Saturday, 24 October 2020

આલૂ મટર પનીર સબ્જી – કૂકરમાં ફટાફટ તૈયાર થઇ જશે આ યમ્મી મસાલેદાર પંજાબી સબ્જી…

આજે આપણે બનાવીશું પંજાબી આલુ મટર પનીર ની સબ્જી. જો તમારા ઘરે અચાનક મહેમાન આવી જાય અને ટેસ્ટી અને મજેદાર કંઈક ખવડાવું હોય તો આ પરફેક્ટ રેસીપી છે કેમકે આપણે આ કુકરમાં બનાવવાના છે અને માત્ર બે જ વ્હિસલ માં એ તૈયાર થઈ જાય છે. તો ચાલો જોય લઈએ તેની સામગ્રી.

સામગ્રી

  • બટાકા
  • વટાણા
  • પનીર
  • ધાણા
  • ટામેટા
  • ડુંગળી
  • લસણ
  • મરચાં
  • આદુ
  • ખાંડ
  • મીઠું
  • મગજતરી ના બીજ
  • ગરમ મસાલો
  • આમચૂર પાવડર
  • આખા ધાણા
  • કસ્તુરી મેથી
  • કાજુ ના ટુકડા
  • રેગ્યુલર મસાલા

રીત-

1- આલુ મટર પનીર બનાવવા માટે સૌથી પહેલા આપણે પેસ્ટ તૈયાર કરીશું.

2- જેના માટે આપણે એક નંગ સુધારેલી ડુંગળી લેવાની છે. આ બધાનું સાથે જ પેસ્ટ બનાવવાની છે.

3- હવે બે નંગ સુધારેલા ટામેટા મિક્સર જારમાં એડ કરીશું.

4- હવે તેમાં બે કે ત્રણ લસણની કળીઓ સમારીને એડ કરીશું. તેમાં ૨ નંગ લીલા મરચાં સમારીને એડ કરીશું.

5- હવે તેમાં આદુ અડધો ઇંચ ટુકડો લીધો છે એને પણ સુધારી લીધું છે. તે પણ મિક્સ કરીશું.

6-હવે તેમાં એક ચમચી આખા ધાણા નાખીશું. તેમાં કાજુના દસથી બાર ટુકડા લેવાના છે તે પણ અંદર નાખીશું.

7- હવે તેમાં મગજતરી ના બીજ બે ચમચી નાખવાના છે.

8- હવે તેમાં ફ્રેશ લીલા ધાણા બે ચમચી જેટલા નાખવાના છે.

9- હવે તેમાં અડધો ઇંચ જેટલો ટુકડો તજ નાખીશું.

10- હવે તેમાં બે નંગ લવીંગ નાખીશું. અને ચારથી પાંચ કાળા મરી નાખીશું.

11- હવે તેની પેસ્ટ બનાવી લઈશું. પાણી વગર.

12- પાણી વગર જ પેસ્ટ ડ્રાય બનાવવાની છે.

13- તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી સ્મુથ પેસ્ટ તૈયાર છે.

14- તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ.

15- એક કૂકર લઈશું. તેમાં આપણે બે ચમચી જેટલું ઘી લઈશું.ઘી ગરમ કરીશું.

16- તેમાં હવે એક તમાલ પત્ર નાખીશું. ૧ ચમચી જીરું નાખીશું.

17- તેમાં હવે નાની ચમચી જેટલી હિંગ નાખીશું. હવે જીરું તતડી ગયું છે.

18- હવે તેમાં આપણે બનાવેલી પેસ્ટ ઉમેરીશું.

19- હવે તેને બરાબર મિક્સ કરી લઈશું. હવે તેને શેકાવા દયશું.દસથી બાર મિનિટ સુધી.

20- જ્યાં સુધી તમને ઘી છૂટું પડેલું ના દેખાય ત્યાં સુધી સેકાવા દઈશું.

21- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સાઈડ પર ઘી છૂટું પડવા માંડ્યું છે.

22- હવે દસથી બાર મિનિટ થઈ ગઈ છે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે.

23- હવે આપણે તેમાં ડ્રાય મસાલા નાખીશું.

24- જેમાં આપણે નાખીસુ અડધી ચમચી જેટલું હળદર, અડધી ચમચી ધાણાજીરૂ પાવડર નાખીશું.

25- હવે તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું.જો તમે તીખું વધારે પસંદ કરતા હોવ તો વધારે નાખી શકો છો.

26- હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું.

27- હવે ડ્રાય મસાલાને પણ શેકાવા દેવાના છે.

28- આપણા મસાલા શેકાય ગયા છે તો હવે તેમાં આપણે નાખીશું.અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું.

29- હવે તેમાં ૧ કપ લીલા વટાણા ઉમેરીશું.

30- હવે તેમાં એક મોટુ આલુ લીધું છે તેના ટુકડા કરીને ઉમેરીશું. હવે બધું મિક્સ કરી લઈશું.

31- હવે તેમાં દોઢ કપ જેટલું પાણી નાખીશું. વધારે પાણી નથી લેવાનું. અને જો તમને વધારે જાડુ લાગતું હોય તો થોડું એડ કરી શકો છો.

32- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ સ્ટેજ પર આ પ્રમાણે ગ્રેવી હોવી જોઈએ. કારણકે હજુ આપણે સીટી મારવાની છે.

33- હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું.

34- હવે આપણે બધા મસાલા ઉમેરી દીધા છે. આમાં આપણે પનીર નથી નાખવાનું. પનીર આપણે પછી નાખીશું.

35- હવે કૂકરનું ઢાંકણું બંધ કરી દઈશું.બે સીટી વગાડીશું.હવે બે સીટી થઈ ગય છે તો ચેક કરી લઈએ.

36- આપણું શાક ચડી ગયું છે.

37- હવે આપણે એમાં અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું.

38-હવે અડધી ચમચી જેટલું આમચૂર પાવડર નાખીશું. જો ટામેટાની ખટાશ ઓછી હોય તો આમચૂરપાવડરવધારે નાખી શકો છો.

39- હવે તેને આપણે બરાબર હલાવી લઈશું.

40- હવે આપણે દોઢ સો ગ્રામ જેટલા પનીરના ટુકડા કરી લીધા છે મોટા મોટા તેને આપણે ઉમેરીશું.

41- હવે આને એકથી બે મિનિટ ઉકળવા દઈશું. સરખું કુક થવા દઈશું પનીરને કુક કરવાનું બાકી છે.

42- હવે એક થી બે મિનિટ થઈ ગઈ છે.શાક સરસ કુક થય ગયું છે.

43- હવે આપણે તેમાં કસ્તુરી મેથી ઉમેરીશું. લગભગ અડધી ચમચી જેટલી. તેને હાથથી મસળી ને નાખીશું.

44- હવે આપણે ગેસ બંધ કરીશું.

45- હવે તેને એક બાઉલ માં કાઢીશું.

46- હવે તેને ફ્રેશ લીલા ધાણાથી ગાર્નીશ કરીશું.

47- હવે આલુ મટર પનીર તૈયાર છે. ચોક્કસથી બનાવજો ખાજો અને ખવડાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

The post આલૂ મટર પનીર સબ્જી – કૂકરમાં ફટાફટ તૈયાર થઇ જશે આ યમ્મી મસાલેદાર પંજાબી સબ્જી… appeared first on Rasoi ni Rani.

from Rasoi ni Rani https://ift.tt/35wvJ3v

No comments:

Post a Comment

कैसे तोड़ें ? - मन और जगत के बंधन को || How to break the bond between mind and world?

श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम  सच्चिदानंद भगवान की जय। सनातन धर्म की जय।  अभी-अभी आप बहुत सुंदर कथा सुन रहे थे। मेरे क...