Showing posts with label રસોઈની રાણી – જલ્સા કરોને જેંતીલાલ. Show all posts
Showing posts with label રસોઈની રાણી – જલ્સા કરોને જેંતીલાલ. Show all posts

Wednesday, 2 September 2020

હાંડવો – દરેક ગુજરાતીના ઘરે બનતો હાંડવો બનશે પરફેક્ટ ઉમેરો ફક્ત આ એક વસ્તુ…

આપણા ગુજરાતીઓની એક ઓળખ એટલે હાંડવો. અરે હા સાચું કહું છું અમારા પાડોશમાં ઘણા નોન ગુજરાતી મિત્રો રહે છે અને જયારે પણ મારા ઘરે હાંડવો બનવાનો હોય ત્યારે તેમની માટે પણ બનાવવો પડે છે મારા ઘરમાંથી આવતી સુગંધ જ કહી બતાવે કે આજે હાંડવાનો પ્રોગ્રામ છે. હવે એ મિત્રો છે નોન ગુજરાતી એટલે તેમને એ હાંડવો બનાવતા આવડતું નથી તો તેમને પણ મેં શીખવાડ્યો હતો. આજે તમારી માટે પણ હું લાવી છું મસ્ત ટેસ્ટી અને પરફેક્ટ હાંડવો બનાવવા માટેની સરળ રેસિપી.

એવા ઘણા મિત્રો હશે જેમનાથી હજી પણ હાંડવો જોઈએ એવો પરફેક્ટ નથી બનતો. પણ જો તમે અહીંયા આપેલ માપ સાથે બનાવશો તો પરફેક્ટ જરૂર બનશે. અહીંયા જણાવેલ ખીરું બનાવવાની રીતથી જો તમે ઢોકળા બનાવવા માંગતા હશો તો પણ બની જશે તમારે ફક્ત એટલું કરવાનું છે કે દાળ ચોખા ક્રશ કરીને આથો લાવવા માટે મુકો ત્યારે તેમાં સુખી મેથી (પીળી મેથી) ઉમેરશો તો ઢોકળા બહુ ટેસ્ટી લાગશે. તો ચાલો અત્યારે તો જોઈ લઈએ હાંડવો બનાવવા માટેની સરળ રેસિપી.

સામગ્રી

સૌથી પહેલા આપણે ખીરું બનાવવાની રીત અને સામગ્રી જોઇશુ આ ખીરુંથી તમે ઢોકળા, હાંડવો, ખાટા વડા (ભજીયા) અને તીખા પુડા (ડંગેલા) પણ બનાવી શકશો.

ખીરું બનાવવા માટે સામગ્રી

  • ચણાની દાળ – 1 કપ
  • તુવેરની દાળ – અડધો કપ
  • ચોખા – બે કપ

હાંડવાનો મસાલો કરવા માટે

  • દૂધી – 250 ગ્રામ
  • લીલા મરચા – 5 થી 6 નંગ (તીખું જોઈએ તો વધારે ઉમેરી શકો.)
  • આદુ – એક નાનો ટુકડો
  • લસણ – 10 થી 15 કળી
  • લીલા ધાણા – બે ચમચી
  • મેથી (લીલી ના હોય તો સુકવણી કરેલી પણ ઉમેરી શકો.)- બે ચમચી
  • લાલ મરચું – 1 ચમચી
  • હળદર – અડધી ચમચી
  • ધાણાજીરું – અડધી ચમચી
  • ગરમમસાલો – અડધી ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • ખાંડ – બે ચમચી (ઓપશનલ)
  • સોડા – અડધી ચમચી
  • હિંગ – એક એક હાંડવો વાઘરતી વખતે જોઈશે
  • રાઈ – વઘારમાં જરૂર મુજબ
  • તલ – વઘારમાં જરૂર મુજબ
  • તેલ – વઘાર કરવા માટે

રીત

1. સૌથી પહેલા ખીરું બનાવવા માટે ચોખા, ચણાની દાળ અને તુવેરની દાળ એક તપેલીમાં લો.

2. હવે તેને બરાબર ધોઈ લેવું, બે થી ત્રણ વાર ધોઈ લેવું જેથી દાળ પર રહેલ તેલ અને દિવેલ નીકળી જાય.

3. હવે આ દાળ અને ચોખાના મિશ્રણને ત્રણ થી ચાર કલાક પલાળવું,

4. હવે પલળી ગયા પછી મીક્ષરના કપમાં આપણે તેને ક્રશ કરી લઈશું. આટલું બધું એકસાથે નહિ ક્રશ થાય એટલે થોડું થોડું કરીને બધું બરોબર ક્રશ કરી લઈશું.

5. ક્રશ કરવાના સમયે દાળ ચોખા સાથે થોડું દહીં પણ ઉમેરવું

6. હવે તૈયાર થયેલ ખીરુંને આથો લાવવા માટે થોડી ગરમ જગ્યા પર મુકીશું જો તમને બહુ ખટાશ ના ફાવતી હોય તો એમજ રસોડા પર પણ ઢાંકીને મૂકી શકો છો.

7. હવે આ ખીરું આથો આવીને 5 કલાકમાં તૈયાર થઇ જશે. હવે તૈયાર થયેલ ખીરુંમાં આપણે હાંડવા માટેનો મસાલો કરીશું.

8. સૌથી પહેલા મિક્સરના એક કપમાં આદુ, મરચા અને લસણ ક્રશ કરીશું.

9. હવે દૂધીને છોલીને છીણી લો અને તૈયાર થયેલ ખીરુંમાં ઉમેરી દો.

10. હવે ક્રશ કરેલા આદુ, મરચા અને લસણ તેમાં ઉમેરો.

11. હવે તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું, મીઠું, ખાંડ, લીલા ધાણા અને મેથી ઉમેરો

12. હવે બધો મસાલો બરાબર મિક્સ કરી લો. હવે જયારે પણ હાંડવો બનાવવાનો સમય થાય ત્યારે જ તેમાં સોડા ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી લો. બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે એક જ બાજુ હલાવીને મિક્સ કરીએ તેનાથી સોડાની અસર બરાબર થશે અને બધા ખીરામાં બરોબર મિક્સ થઇ જશે.

13. હવે હાંડવો બનાવવા માટે તૈયાર છે. એક પેનમાં તેલ ગરમ કરવા મુકો અને તેમાં રાઈ ઉમેરો

14. રાઈ તતડે એટલે તેમાં તલ ઉમેરો તલ ઉમેરો ત્યારે થાળી કે પછી પેનનું ઢક્કન આડું રાખવું જેથી તલ તમારા પર ઉડે નહિ. હવે તલ તતડવાઅવાજ ધીરો થાય એટલે તેમાં હિંગ ઉમેરીને હાંડવાનું ખીરું ઉમેરો. (અહીંયા મારુ પેન નાનું છે એટલે મેં તેમાં બે થી અઢી જ ચમચા ખીરું ઉમેર્યું છે અમને થોડા પાતળા અને ક્રિસ્પી હાંડવો પસંદ છે એટલા માટે જો તમને વધારે પોચો હાંડવો પસંદ હોય તો ખીરું વધારે ઉમેરવું.)

15. હવે ઢક્કન ઢાંકીને થોડીવાર ચઢવા દો. ચાર થી પાંચ મિનિટમાં એક બાજુ ચઢી જશે ગેસ ધીમો રાખજો એટલે વધારે બળે નહિ. ગેસની ફ્લેમ વતી ઓછી લાગે તો વચ્ચે વચ્ચે એકાદ વાર ચેક કરી લેવું અને હાંડવાને તાવેથાની મદદથી ઊંચો કરીને જોઈ લેવું વધારે શ્યામ પડી ગયો હોય તો તરત ફેરવી દો.

16. બસ હવે પલટાવેલા હાંડવાને બીજી તરફ પણ બરોબર ચઢવા દો, હાંડવો અંદરથી ચઢી ગયો કે નહિ એ ચેક કરવા કોરું અને ચોખ્ખું ચપ્પુ હાંડવાની વચ્ચે વચ્ચ ખોસીને જુઓ. જો ચપ્પા પર થોડું ખીરું ચોટેલું લાગે તો હાંડવો હજી ચઢવા દેવો પડશે અને જો ચપ્પુ કોરું બહાર આવે તો સમજો હાંડવો બરાબર ચઢી ગયો છો.

17. બસ તો હવે હાંડવો છે તૈયાર તેને તમે શીંગતેલ, કેચઅપ, સેઝવાન ચટણી, લીલી ચટણી, લાલ તીખી ચટણી વગેરે સાથે ખાઈ શકશો.

તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો, આવજો ત્યારે ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

The post હાંડવો – દરેક ગુજરાતીના ઘરે બનતો હાંડવો બનશે પરફેક્ટ ઉમેરો ફક્ત આ એક વસ્તુ… appeared first on જલ્સા કરોને જેંતીલાલ.



from રસોઈની રાણી – જલ્સા કરોને જેંતીલાલ https://ift.tt/2QUNNgN

ઇટાલિયન ફ્રાય ઈડલી – તમને સાદી ઈડલી તો ભાવતી જ હશે હવે બનાવો આ નવી ઇટાલિયન ફ્રાય ઈડલી..

ઇટાલિયન ફ્રાય ઈડલી.

અહીં મે એક ડિફરેન્ટ રેસિપી બનાવી છે. અહીં સાઉથ ઇન્ડિયન એન્ડ ઇટાલિયન ભેગું કરી , ટેસ્ટી, ડીશ બાનવી છે આપણે નોર્મલ સાઉથ ડીસ બધા ને ભાવતી હોઈ છે. એ હેલ્થી ડીશ છે. તેમાં રાઈસ એન્ડ અડદ દાળ નો ઉપયોગ કરવા માં આવે છે, તેમાં માં અલગ પ્રકાર ની ડીશ બનવા માં આવે છે સાઉથ ઇન્ડિયન ડીસ આપડે ડિનર એન્ડ બ્રેકફાસ્ટ લઇ છે. તેની સાથે સંભાર એન્ડ ચટણી સાથે સર્વ કરવા માં આવે છે

અહીં મે ઇટાલિયન ટેસ્ટ ભી આપ્યો છે મે અહીં 2 સોસ નો ઉપયોગ કર્યો છે

સામગ્રી

  • 5 કપ ઈડલી ખીરૂ
  • 1 કપ પિઝા સોસ
  • 1/2 કપ મેયોનિએસ
  • 1 કટ કરેલી ઓનિઓન
  • 1 કટ કેપસિકમ
  • 1 કપ ચીઝ
  • 3 સ્પૂન બટર
  • 1 સ્પૂન ચીલી ફ્લેક્સ.
  • 1 સ્પૂન ઓરેગાનો
  • 1 સ્પૂન મીઠું
  • તળવા માટે ઓઇલ

રીત

સોપ્રથમ ઈડલી ના ખીરા માં મીઠું એન્ડ સોડા નાખો તેમાં ઈડલી ઉતરો.

હવે તેને ઠંડી કરો.

ઠંડી થાઈ એટલે તેને કટ કરો તેમાં ફ્રાય કરો જયા સુધી ક્રિસ્પયી ના થાઈ તયાં સુધી ગોલ્ડન કલર ની થાઈ તયાં સુધી

હવે એક માઇક્રો પ્લેટ લો તેમાં બટર નાખો, હવે તેને 1 મિનિટ માટે ગરમ કરો પછી તેમાં ઓનિઓન એન્ડ કેપસિકમ નાખો તેમાં 2 મિનિટ માટે માઇક્રો કરો

હવે તેમાં પીઝા સોસ એન્ડ મેયોનીએસ નાખો

તેને ભી 1 મિનિટ માટે માઇક્રો કરો . Ae થાઈ જાય એટલે તેમાં ફ્રાય કરેલી ઈડલી નાખો હવે તેને હલવો પ્રોપર મિક્સ કરો.

હવે તેને 1 મિનિટ માટે માઇક્રો કરો.

તેના ઉપર ચીઝ એન્ડ ચિલ્લી ફ્લૅક્સ એન્ડ ઓરેગાનો નાખી ને 2 માટે ગ્રીલ કરો.

તમે આ પ્રોસેસ ગેસ પર ભી કરી સકો છો

આ ડીશ તમે બનાવા જો બધા બહુ પસંદ આવે શે.

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

The post ઇટાલિયન ફ્રાય ઈડલી – તમને સાદી ઈડલી તો ભાવતી જ હશે હવે બનાવો આ નવી ઇટાલિયન ફ્રાય ઈડલી.. appeared first on જલ્સા કરોને જેંતીલાલ.



from રસોઈની રાણી – જલ્સા કરોને જેંતીલાલ https://ift.tt/3bi76do

Tuesday, 1 September 2020

મેથી ના મુઠીયા – સવારના નાસ્તા માટે પરફેક્ટ અને ઘણીવાર તો સાંજે જમવામાં શકીએ આ વાનગી..

મેથી ના મુઠીયા

મુઠીયા આપણા ગુજરાતી નો પ્રિય નાસ્તો છે. તમે તેને ઠંડો કા તો ગરમ ભી બનવી શકો છો મુઠીયા અલગ અલગ પ્રકાર ના બનતા હોય છે. તેમાં આપણે દૂધી, મેથી એન્ડ ગાજર નો ઉપયોગ કરી શકો છો તેમાં અલગ લોટ ભી લઇ શકો છો આમાં તમે ઓટસ, મુસલી ભી નાખી શકો છો હેલ્થી કરવા માટે

મે આ મુઠીયા ફ્રાય કરી ને લીધા છે મુઠીયા લોકો ચટણી, ઓઇલ એન્ડ ચા સાથે ખાઈ છે

સામગ્રી

  • 1 કપ ઘઉં નો જાડો લોટ
  • 1/2 કપ ઘઉં નો જીનો લોટ
  • 1/4 કપ બેસન લોટ
  • 1કપ મેથી
  • 1 સ્પૂન મીઠું
  • 1 સ્પૂન મરચું
  • 1 સ્પૂન હળદર
  • 1 સ્પૂન ખાંડ
  • 1 સ્પૂન આદુ, મરચાં એન્ડ લસણ પેસ્ટ.
  • 1 સ્પૂન આમચૂર પાવડર
  • 1 સ્પૂન તલ.
  • તળાવ માટે ઓઇલ

રીત

એક પ્લેટ માં ઘઉં નો લોટ લો તેમાં ઘઉં નો જીનો લોટ લે જો. તેમાં મેથી નાખો. તમે મેથી ની જગ્યા એ દૂધી, ગાજર ભી લઇ શકો છો

હવે તેને અંદર મીઠું, મરચું , હળદર ખાંડ બધું મિક્સ કરી લો

આદુ મરચાં એન્ડ લસણ પેસ્ટ નાખો

તેને હાથ ની મદદ થી મિક્સ કરતા જાવો, તેમાં 2 સ્પૂન જેટલું પાણી નાખી તેના રોલ બનવો

તેના પર તલ લગાવો

હવે ઓઇલ ગરમ કરો તેને ધીમા તાપે ફ્રાય કરો

ગોલ્ડન બ્રોવન થાઈ તયાં સુધી

મુઠીયા ને દહીં, ચટણી કા ચા સાથે સર્વ કરો

તમે આ મુઠીયા ને 10 દિવસ માટે સ્ટોર ભી કરી શકો છો

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

The post મેથી ના મુઠીયા – સવારના નાસ્તા માટે પરફેક્ટ અને ઘણીવાર તો સાંજે જમવામાં શકીએ આ વાનગી.. appeared first on જલ્સા કરોને જેંતીલાલ.



from રસોઈની રાણી – જલ્સા કરોને જેંતીલાલ https://ift.tt/2YPD9wk

Sunday, 30 August 2020

ઇમ્યુનિટી બૂસ્ટર મોદક – કોરોનાના કપરા કાળમાં બાપ્પાને ભોગ લગાવો ઇમ્યુનિટી બૂસ્ટર મોદકનો…

કેમ છો ફ્રેન્ડસ…જય ગણેશ 🙏 આજે ગણપતિ બાપ્પા નો છેલ્લો દિવસ અને આજે હું બાપ્પા ના પ્રસાદ માં લાવી છું “ઇમ્યુનિટી બૂસ્ટર મોદક” ખરેખર તમે આ મોદક ચોક્કસ થી બનાવજો તમે એના લાડુ પણ બનાવી સકો છો.ટેસ્ટ માં એકદમ બેસ્ટ મોદક બને છે ..

ગણેશ ચતુર્થીમાં આ વર્ષે ઘરે ઘરે માટીનાં ગણપતિની સ્થાપાનાં છે. ભક્તો આ વર્ષે કોરોનાના કારણે પ્રસાદ પણ બહારથી લાવવાની જગ્યાએ ઘરે બનાવવાનું પસંદ કરી રહ્યા છે. તો આજે મે પ્રોટીનયુક્ત તેમજ રોગપ્રતિકારક શક્તિ વધે તેવા ઇમ્યુનિટી બૂસ્ટર મોદકની રેસીપી શેર કરી છે. જેમા કોરોનાથી બચવા માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારતી સામગ્રી જેમ કે મધ, આદુ, ફૂદીનો, અલોવેરા, હળદર અને સૂંઠનો ઉપયોગ કર્યો છે .. તો ચાલો ફ્રેન્ડસ જોઈ લો સામગ્રી રોગપ્રતિકારક શક્તિ વધે એવા મોડક બનાવી દઈયે..

“ઇમ્યુનિટી બૂસ્ટર મોદક”

  • એક નાની વાટકી – શેકેલા સીંગદાણા નો પાઉડર
  • 5 ચમચી – મધ
  • 4 ચમચી – મિલ્ક પાવડર
  • 2 મોટી ચમચી – આદુ નો રસ
  • અર્ધી ચમચી – અજમાના પાન નો રસ 10-15-તુલસીના પાન નો રસ
  • 10-પુદીના ના પાન નો રસ
  • 2 ચમચી-એલોવીરા નો પલ્પ
  • પા ચમચી-હળદર ( લિલી ફ્રોઝન કરેલી હોય તો તેનો 2 ચમચી રસ લેવો )
  • અર્ધી ચમચી – સુંઠ પાવડર
  • અર્ધી ચમચી-જેઠી મધ પાવડર
  • અર્ધી ચમચી-ગંઠોડા પાવડર
  • ચપટી – તજ પાવડર
  • ચપટી – જાવણત્રી પાવડર
  • એક ચમચી- ખસખસ
  • એક ચમચી – લીલી ચાય
  • 5- કાજુ નો પાઉડર
  • 5 – બદામ નો પાઉડર
  • 2ચમચી – કોપરાનું છીણ

રીત:-

સૌ પ્રથમ સીંગદાણા ને શેકી ને ક્રશ કરી લેવા.યેલિવિરા નાં ઉપર નાં છોતરા કાઢી નાના પીસ કરી ઠંડા પાણીથી ધોઈ ક્રશ કરી લેવું.

હવે એક બાઉલ માં કાઢી તેમાં મધ,મિલ્ક પાઉડર,આદુ નો રસ ,અજમાના પાન નો રસ,તુલસીના પાન નો રસ,ફૂદીનાનો રસ, ઇલોવિરા નો પલ્પ, હળદર,સૂંઠ પાઉડર, જેઠી મધ પાઉડર,ગંઠોડા પાઉડર, તજ પાઉડર, જાવંત્રી પાઉડર, કાજુબદામનો પાઉડર , કોપરાનું છીણ, ખસખસ આ બધું નાખી સરખું મિક્સ કરી લેવું.

આમાં મધ અને મિલ્ક પાઉડર છે એટલે ખાંડ નાખવાની જરૂર પડતી નથી પણ આજે આપણે બાપ્પા માટે મોદક બનાંવાના છે તો 2 ચમચી ગોળ અને એક ચમચી ઘી ઉમેરીસું..

હવે બધું સરખું હાતેથી મિક્સ કરી મોદક નાં મોલ્ડ માં ભરી મોદક બનાવી લેવા. ખરેખર ખૂપ ટેસ્ટી મોદક બને છે..

તો તૈયાર છે વિઘનહર્તા બાપ્પા નો પ્રસાદ..”ઇમ્યુનિટી બૂસ્ટર મોદક”

  • ઇમ્યુનિટી બૂસ્ટર આઈસ્ક્રીમ તો બધાંયે ખાદો જસે હવે લાડવા અને મોદક બનાવો..
  • લીલી ચા -તમારી રોગ પ્રતિકારકશક્તિમાં વધારો કરે છે. તેમજ શરદી-કફ અને માથાનો દુખાવો જેવા રોગોમાં રાહત આપે છે.
  • એલોવિરા-હિમોગ્લોબીન વધારે છે.
  • કમળો થયો હોય તો કુવારપાઠા ના સેવન થી ખુપ જલ્દી રાહત મળે છે.
  • તુલસી – તુલસી તો બધી બીમારી માટે રામબાણ ઈલાજ છે.
  • પુદીના-તમારા હાડકાને શક્તિ આપે છે અને મજબૂત બનાવે છે.
  • જાવંત્રી – સંધિવા અને લોહીની ગાંઠો સરખી કરવામાં એકદમ ઉપયોગી છે.
  • જેઠીમધ-કેલ્શિયમ, ગ્લિસરાઈઝિક, એસિડ, એન્ટિ ઓક્સીડન્ટ, પ્રોટીન અને ચરબી જેવા ગુણોનો ખજાનો છે.
  • ખસખસ – જ્યારે માનસિક તનાવ વધવા લાગે ત્યારે ખાસ ખસખસ નો ઉપયોગ કરવો જઈએ.
  • આદુ નો રસ -આદુમાં પ્રોટીન, કાર્બો હાઈડ્રેટ્, આયરન, કેલ્શિયમ જેવા પોષક તત્વ જોવા મળે છે તે થી રોગપ્રતિકારક શક્તિ વધે છે .

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

The post ઇમ્યુનિટી બૂસ્ટર મોદક – કોરોનાના કપરા કાળમાં બાપ્પાને ભોગ લગાવો ઇમ્યુનિટી બૂસ્ટર મોદકનો… appeared first on જલ્સા કરોને જેંતીલાલ.



from રસોઈની રાણી – જલ્સા કરોને જેંતીલાલ https://ift.tt/32zUqe2

Wednesday, 17 June 2020

ઈદડા – નાસ્તામાં અને જમવામાં કેરીના રસ સાથે બહુ આનંદ આવે છે આ ઇદડા ખાવામાં…

જય કૃષ્ણ મીત્રો કેમ છો

સવાર પડે તો આપણા મન માં ગણા સવાલ આવે આજે નાસ્તા માં સું બનાવું સુ ના બનાવું, પણ, ઈદડા તમે નાસ્તા મા બનાવો તો ગરમ ગરમ સરસ લાગે છે, બાળકો ને ટિફિન બોક્સ મા પણ ભરી ને આપી શકો છો.

ઇદડા, બધા ના ઘર માં બનતા હશે નેં, પણ ગણા લોકો નેં પોચા, નથી બનતા, મિત્રો આ રીતે બનાવો


  • ખીચડી ના ચોખા 2વાટકી ખીચડી
  • અડદ ની દાળ 1/4
  • સાંજી ના ફૂલ અર્ધી ચમચી
  • ખાટું દહીં /છાસ , જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર
  • લાલ કાશમીરી મરચું એક ચમચી ઊપર નાખવા માટે
  • કાળામરી ભૂકો જરૂર મુજબ
  • તેલ 3થી 4ચમચી વગાર માટે


દાળ નેં ચોખા પાણી થી 3વાર સાફ કરીને નેં 5કલાક પલાળવા, પછી પાણી કાળી નેં બીજા પાણી થી થોડું નાખી મીકચર જાર માં દહીં કાતો છાસ, નાખી 3ચમચી પાણી 2 થોડું નાખી જાર માં ફેરવી દેવું,


પછી એકદમ સોફ્ટ પછી અંદર સાંજી ના ફૂલ અર્ધી ચમચી, મીઠું, નાખી, એકદમ ફીણ વું પછી, 2થી 3કલાક ઢાંકી નેં મૂકી દેવું,


પછી એક તપેલી, પાણી નાખી અંદર, કાઠલો મૂકી થાળી માં તેલ ચોપડી, ખીરું પાથરવું, કાળામરી ભૂ કો નાખી લાલ મરચું નાખી પછી 20મિનીટ વરાળ થી બાફવા મૂકવું.


પછી થઈ ગયા પછી ગેસ બંદ કરવો, ઊપર વગાર માટે તેલ 3ચમચી લઈને રાઈ, તલ, લીમડો, લીલા મરચા, લીમડો નાખી ઊપર વગાર કરવો,


લીલા મરચા 2 નંગ

તલ જરૂર મુજબ વગાર માટે


મીઠો લીમડો વગાર માટે નાખી ઊપર ચમચી થી વગાર નાખવો, પછી પ્લેટ માં સર્વ કરવો, લીલી ચટણી, સોસ સાથ ખાઈ શકાય.


મારી રેસીપી ગમે તો લાઈક શેર કરશો.

રસોઈની રાણી : ફોરમ ભોજક અમદાવાદ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

The post ઈદડા – નાસ્તામાં અને જમવામાં કેરીના રસ સાથે બહુ આનંદ આવે છે આ ઇદડા ખાવામાં… appeared first on જલ્સા કરોને જેંતીલાલ.



from રસોઈની રાણી – જલ્સા કરોને જેંતીલાલ https://ift.tt/2NbLsw4

आज की भागदौड़ भरी जिंदगी में .....

  आज की भागदौड़ भरी जिंदगी में हम बहुत कुछ संभालना सीख गए हैं — पैसा, काम, जिम्मेदारियाँ, रिश्ते… लेकिन एक चीज़ है जिसे संभालना सबसे कठिन भी...