લસણીયા બટેટા એ એક કાઠિયાવાડી મસાલેદાર સબ્જી છે. જે ખાસ બેબી પોટેટો-નાના બટેટામાંથી બનાવવામાં આવે છે. તીખુ ખાવાના શોખીન લોકો માટે આ મસાલેદાર સબ્જી ખાવીએ ખૂબજ આનંદદાયક બાબત છે. યંગ્સ આ સબ્જીને ચોખાના પાપડ, ભુંગળા કે ફ્રાયમ્સ કે બ્રેડ સાથે ખાવાનો આનંદ લ્યે છે. મોટા લોકો તેને પરોઠા પુરી કે ફુલકા રોટલી સાથે ભોજનમાં લેતા હોય છે. લસણીયા બટેટા બધા જ ઘરમાં બનતા હોય છે. નાના બટેટાને બાફીને કે ફ્રાય કરીને, તેમાં લસણનો મસાલો કરવામાં આવે છે. પણ અહીં હું આપ સૌ માટે ઇંસ્ટંટ લસણીયા બટેટા બનાવવાની રેસિપિ આપી રહી છું. જે ટેસ્ટમાં બેસ્ટ છે. ખૂબજ જલ્દી અને સરળતાથી બની જાય છે. તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો.
કેમ છો મિત્રો? આપણે જનરલી પફ બહાર બેકરીથી લાવીને ખાતા હોઈએ છીએ અને અમુક લોકોને તો એકવાર જ્યાંનો પફ ભાવી ગયો એ લગભગ બીજે ક્યાંય પફ ખાવામાં માનતા નથી. પણ છું પફ ઘરે જ બનાવવાની રેસિપી જે તમે તેલમાં તળીને આરામથી બનાવી શકશો આમ તો બહુ સિમ્પલ રેસિપી જે જેનાથી ફટાફટ બની જશે તો ચાલો જોઈ લઈએ પહેલા સામગ્રી.
સામગ્રી
મેંદાનો લોટ – 200 ગ્રામ
મીઠું – લોટ અને પૂરણ માટે જરૂર મુજબ
તેલ – લોટમાં મોણ માટે અને પૂરણ વધારવા માટે
બાફેલા બટાકા – ત્રણ મીડીયમ સાઈઝ
વટાણા – એક વાટકી
રેગ્યુલર મસાલા – જરૂર મુજબ
1. સૌથી પહેલા આપણે પફ બનાવવા માટે લોટ બાંધીશુ. તેના માટે લોટ બાંધવાના વાસણમાં આપણે લોટ લઈશું.
2. હવે તેમાં તેલનું મોણ ઉમેરી લઈશું. સાથે મીઠું પણ ઉમેરીશું.
લસ્સી એ દહીં માં થી બનતી વાનગી છે આ વાનગી ઉનાળા માં ખાવા ની મઝા આવે છે દહીં માં થી આપણે વિટામિન c મળે છે લસ્સી માં બહુ બધી પ્રકાર ની હોય છે. કેસર, પિસ્તા , મલાઈ, ચોકલેટ એન્ડ રજવાડી લસ્સી આપણે ઉપવાસ માં ખાવા ની મઝા આવે છે આ બધી ડેરી માં મળે છે બઝાર કરતા આપણે જલ્દી એન્ડ ચોખી લસ્સી બનાવી શકી છે
સામગ્રી
1 લીટર અમુલ ગોલ્ડ દૂધ
2 સ્પૂન દહીં
1/2 કપ દૂધ
2 સ્પૂન મલાઈ
2 સ્પૂન મિલ્ક પાવડર
2 સ્પૂન ગુલકંદ
1 સ્પૂન રોઝ સરબત
1/2 કપ બુર ખાંડ
1 સ્પૂન ડ્રાયફ્રુટ કતરણ
રીત
એક તપેલી માં મિલ્ક ગરમ કરો હવે થોડું ઠંડુ થાઈ એટલે તેમાં 2 સ્પૂન દહીં નાખો હવે તને 6 કલાક માટે જમાવા મુકો હવે તેને 5 કલાક માટે ફ્રીઝ મૂકી દો દહીં
ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે નાયલોન ખમણ માત્ર ગુજરાતમાં જ નહિ પણ આખા દેશ વિદેશમાં બધે જ પ્રખ્યાત છે. એકદમ જાળીદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જઈ એવા નાયલોન ખમણ બનવા બોઉં જ ઈસી છે. જો તમને લોટનો પરફેક્ટ માપ ખબર હોય અને કેટલી વાર ખમણને બાફવા એ પણ ખબર હોય અને આ રસદાર ખમણ બનાવા માટે સ્પેશિયલ વઘાર કરવો પડે છે. જો આ રેસિપીને ફોલ્લોવ કરીને બનાવશો તો તમારા ખમણ એકદમ ગરમાગરમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ અને સ્પોનજી ચટાકેદાર બનશે. એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે. ઘરમાં નાના મોટા સૌઉને બોઉં જ ભાવશે. એકવાર ઘરે અચૂકથી બનાવજો. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???
સામગ્રી :
ખીરા માટે –
૧.૫ કપ ચણા નો લોટ
૩ ટેબલ સ્પૂન ખાંડ
૧ ટી સ્પૂન મીઠું
૧ ટી સ્પૂન લીંબુ ના ફૂલ
૧ ટેબલ સ્પૂન તેલ
૧/૨ ટી સ્પૂન ખાવા નો સોડા
વઘાર માટે –
૧.૫ ટેબલ સ્પૂન તેલ
૧.૫ ટી સ્પૂન રાઈ
૧/૪ ટી સ્પૂન હિંગ
૫ થી ૬ લીમડા ના પાન
૩ લીલા મરચા સમારેલા
૧ કપ પાણી
૨ ટેબલ સ્પૂન ખાંડ
૧/૨ ટી સ્પૂન મીઠું
રીત :
૧. ચણા ના લોટ ને એક વાસણ માં ચાલી લેવો.
૨. હવે બીજા વાસણ માં ૧ કપ પાણી, મીઠું, ખાંડ અને લીંબુ ના ફૂલ ઉમેરી ને ઓગળી ના જાય ત્યાં સુધી હલાવતા રેહવું.
૩. પાણી કાચ જેવું થઇ જાય એટલે એમાં ચણા નો લોટ ભેળવી દેવા નો છે.
૪. ચણા નો લોટ બે ભાગ માં ભેળવવો જે થી કરી ને ગાંઠો ના પડે.
૫. લોટ બરોબર ભળી જાય એટલે એમાં ૧ ટેબલ સ્પૂન તેલ ઉમેરી દેવું.
૬. બીજી બાજુ ઢોકળીયા માં ખમણ માટે નું વાસણ તેલ લગાડી ને ગરમ કરવા મૂકી દેવું.
૭. હવે વાસણ ગરમ થઇ જાય એટલે ૧/૪ કપ પાણી માં ૧/૨ ટી સ્પૂન સોડા મિક્સ કરી ને ખીરા માં ઉમેરવું.
૮. ખીરા ને એક જ દિશા માં હલાવવા નું છે. ૧.૫ મિનિટ જેવું ખીરું હલાવવું જે થી કરી ને એ ડબલ સાઈઝ માં થઇ જાય.
૯. હવે આ ખીરું ખમણ માટે ના વાસણ માં ઉમેરી ને ઢાકી ને મધ્યમ આંચ પર ૨૦ મિનિટ માટે વરાળે બાફવું.
૧૦. ખમણ વરાળે બને ત્યાં સુધી ૩ થી ૪ વખત એની ઉપર ઢાકેલા ઢાંકણા પર જે વરાળ નું પાણી ભેગું થાય એ લૂછતાં રેહવું.
૧૧. ખમણ થઇ જાય એટલે થોડી વાર તપેલા માં જ રહેવા દઈ ને પછી એને બહાર કાઢી ને ૩૦ મિનિટ ઠંડા થવા દેવા.
૧૨. સાવ ઠંડા થઇ જાય એટલે એક ચપ્પુ ની મદદ થી સાઈડ માં થી છુટા કરી ને એક પ્લેટ માં કાઢી લો.
૧૩. હવે વઘાર માટે તેલ ગરમ કરી ને રાઈ ઉમેરો.
૧૪. રાઈ તતડે એટલે હિંગ, લીમડા ના પાન, લીલા મરચા અને તલ ઉમેરો.
૧૫. હવે એમાં પાણી ઉમેરો. મીઠું અને ખાંડ ઉમેરી ને ૩ મિનિટ જેવું ઉકાળવા દો.
દરેક ઘરોમાં અવારનવાર બનતી ખીર સરળતાથી બની જતી હેલ્ધી સ્વીટ છે. નાના બાળકોથી માંડીને મોટા સુધીના દરેક લોકોની પસાંદીદા ખીર ચોખા, સાકર( સુગર )અને દૂધના કોમ્બીમનેશનથી બનતી હોય છે. તેમાં કેશર, એલચી, જાયફળ સાથે કાજુ, બદામ, પિસ્તા જેવા ડ્રાયફ્રુટ્સ ઉમેરવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. રાઇસ ઉપરાંત, કોર્ન, ઓટ્સ, પૌંઆ, ઘઊંના ફાડા વગેરેમાંથી પણ ટેસ્ટી ખીર બનાવી શકાય છે. શક્કરીયા, બટેટા,દુધી, મખાના,સાબુદાણા વગેરેમાંથી ફરાળી ખીર બનાવી શકાય છે.
અહીં હું આપ સૌ માટે રબડી જેવા ટેસ્ટની, ફરાળી ડીલિશ્યસ એપલ ખીરની રેસિપિ આપી રહી છું. તેમાં મિલ્ક, મિલ્ક પાવડર, ઘી, એપલ, સુગર, એલચી તેમજ થોડા ડ્રાય્ફ્રુટ્સ ….. જેવી સામગ્રીનો ઉપયોગ કરીને ખૂબજ સ્વાદિષ્ટ બનાવી છે. આમ ઘરમાંથી જ મળી જતી સામગ્રી અને ઓછા સમયમાં અને ઓછી સામગ્રીથી તેમજ સરળતાથી બની જતી આ ખીર તમે પણ તમારા રસોડે ચોક્કસથી ટ્રાય કરજો. વ્રતના ઉપવાસના ફરાળ માટે કે ઘરે આવેલા ગેસ્ટને જમવામાં સ્વીટ તરીકે સર્વ કરવામાં ખૂબજ સારી રહેશે.
ફરાળી ડીલિશ્યસ એપલ ખીર બનાવવા માટેની સામગ્રી :
1 એપલ
1 કપ દૂધ
½ કપ મિલ્ક પાવડર
1 કપ પાણી
1 ટેબલ સ્પુન સુગર + 2 ટી સ્પુન સુગર( અથવા તમારા સ્વાદ મુજબ )
કાજુના મોટા પીસ – જરુર મુજબ
બદામના મોટા પીસ – જરુર મુજબ
પિસ્તાના સ્લીવર્સ – જરુર મુજબ
1 ટેબલ સ્પુન ઘી
ગાર્નિશિંગ માટે :
એપલની સ્લાઇઝ, પિસ્તાના સ્લીવર્સ અને રોઝ પેટલ્સ
ફ્રાય કરેલા થોડા કાજુ-બદામ
ફરાળી ડીલિશ્યસ એપલ ખીર બનાવવાની રીત:
સૌ પ્રથમ એક બાઉલમાં ½ કપ મિલ્ક પાવડર અને 1 કપ પાણી મિક્ષ કરી લ્યો.
ત્યારબાદ એક પેનમાં 1 કપ દૂધ ઉમેરી મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો.
હવે તેમાં મિલ્ક પાવડર અને પાણીનું બનાવેલું મિશ્રણ ઉમેરી મિક્ષ કરી લ્યો. આ મિશ્રણ સતત હલાવતા રહી ઉકાળો. ઉકળવા માંડે એટલે તેમાં 2 ટી સ્પુન સુગર ઉમેરી મિક્ષ કરી ફ્લૈમ સ્લો કરી લ્યો. ઉકળવા દ્યો. થીક થાય ત્યાંસુધી દૂધનું મિશ્રણ ઉકાળો. તેમાં 1 ટી સ્પુન એલચી પાવડર ઉમેરી મિક્ષ કરો. ફ્લૈમ બંધ કરી દ્યો.
ત્યારબાદ બીજા પેનમાં 1 ટી સ્પુન ઘી ગરમ મૂકી તેમાં કાજુ અને બદામના મોટા પીસ પિંક ફ્રાય કરી એક નાના બાઉલમાં કાઢી લ્યો. ઉકળી ગયેલા દૂધમાં ઉમેરી મિક્ષ કરી દ્યો.
હવે એક મિડિયમ સાઇઝનું એપલ લઈ, તેની છાલ તેમજ વચ્ચેનો બીયા વાળો ભાગ કાઢી બાકીનું એપલ ખમણી લ્યો. ( ઘીમાં કૂક કરવા ટાઇમે જ અપલ ખમણવું, અગાઉ રેડી કરવું નહી ).
હવે કાજુ-બદામ ફ્રાય કરેલા પેનમાં વધેલા ઘીમાં ખમણેલું એપલ ઉમેરી મિક્ષ કરી સતત હલાવતા રહી કૂક કરો.
પિઝા શબ્દ એવો હોય છે બધા ને ભાવતા હોય છે પિઝા આમ તો ઇટાલિન રેસિપી છે મૈંદા ઉપયોગ વધારે કરતા હોય છે એ શરીર માટે નુકસાન કારક હોય છે બાળકો ભાવે એવા પિઝા બનવા ના છે આમાં આપણે બેઇઝ મૂંગ દાળ ના લેવા ના છે મૂંગ દાળ હેલ્થી સામગ્રી છે તે પચાવવા માં ઈઝી પડે છે
સામગ્રી
1 કપ મૂંગ દાળ ( ફોતરાં વાળી )
1 /2 કપ મૂંગ દાળ ( મોગર )
2 કપ પાલક
4 સ્પૂન આદુ મરચા લસણ પેસ્ટ
2 સ્પૂન ગ્રીન ગાર્લિક
2 સ્પૂન જીરું
1 સ્પૂન મીઠુ
3 સ્પૂન બટર
1 કપ પિઝા સોસ
1 કપ ચીઝ
3 સ્પૂન
ચટણી સર્વ માટે
રીત
બને દાળ 3 તો 4 કલાક પલાળી દે જો. હવે બને દાળ પલળી ગયી છે તો એક મિક્સર જાર લો તેમાં બને દાળ લો આદુ મરચા એન્ડ લસણ પેસ્ટ નાખો
પાલક કટ જીરું એન્ડ મીઠુ કરી લી નાખો
હવે 2 તો 3 મિનિટ માટે મિક્સર કરો
હવે આ ખીરું ગ્રીન કલર થઇ જશે પાલક કારણે પાલક કાચી જ લેવા ની છે.
હવે એક નાની ઉત્તપમ ની પેન લો તેમાં બટર લગાવો પછી એક પછી એક ખીરું પાથરો નાના ઉત્તપમ ઉતરો જયા સુધી આગળ પાછળ ગોલ્ડન બ્રોવન ના થાય ત્યાં સુધી
હવે આપણા મિની ઊત્તપમ રેડી છે હવે તેના ઉપર પિઝા સોસ પાથરો
ચીઝ નાખો તેને 1 મિનિટ માટે ગ્રીલ કરો હવે ચીઝ ગ્રીલ થઇ ગયુ છે હવે આપણા મૂંગ દાળ પિઝા રેડી છે
હેલ્થી ફૂડ છે આ તમે કિટ્ટી પાર્ટી રાખી શકો છો આગવું થી મિની ઉત્તપમ બનાવી ની આ વાનગી આપણે સ્ટાર્ટર લઇ શકો છો
રસોઈની રાણી : એકતા મોદી
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
કેમ છો મિત્રો? દિવાળી આવવાની છે અને હવે તો લોકો એકબીજાને મળવા પણ લાગ્યા છે તો તહેવારના દિવસોમાં ઘરે કોઈ મહેમાન આવે તો તેમને ખાસ આપજો આ નાસ્તો ઈમ્પ્રેસ થઈ જશે તમારા નાસ્તાથી.. આજે તમારા માટે હું નાસ્તા ની રેસીપી લઈ ને આવી છું. જે આપણે પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો. નાના બાળકોને અને દરેક ભાવશે.ચાલો આપણે નાયલોન પૌઆ નો કેવડો બનાવવાની સામગ્રી જોઈએ.
સામગ્રી
નાયલોન પૌઆ
તેલ
લીલા મરચા
મીઠો લીમડો
સીંગ દાણા
હળદર
તલ
કાજુ અને સૂકું કોપરું
ચણાની દાળ ના દાંડિયા
આમચૂર પાવડર
હિંગ
બૂરું ખાંડ
લાલ મરચું
મીઠું
ઝીણી સેવ
રીત-
1- નાયલોન પૌઆ બનાવવા માટે આપણે સવાર થી નાયલોન પૌઆ તાપે મૂકવા પડે.
2- આપણે અડીસો ગ્રામ નાયલોન પૌઆ લઈશું.આપણે નાયલોન પૌઆ તાપે મૂક્યા પછી તેને ચારી લેવાના.જેથી પૌઆ માં કોઈ પણ કચરો હોય તે નીકળી જાય.
3- આપણે પૌઆ ને ચાળી લીધા પછી તેને થોડા શેકી લેવાના.
4- એકદમ ધીમા તાપે અને કોઈ પણ જાડા તળિયા વારું વાસણ લઈ તેમાં એકદમ હલકા હાથે ફેરવી ને શેકી લેવાના છે.
5- કારણકે આ નાયલોન પૌઆ એકદમ મુલાયમ હોય છે. એ જલ્દી થી તૂટી જાય છે.એટલે આપણે તેને શાંતિથી શેકવા પડશે.
6- એકદમ હળવા હાથે સેકસો તો પૌઆ સેકાસે. એકદમ હલકા હલકા હાથે સેકવાના તો તે ફરસે. પહેલા તમારે ચમચાથી હલાવતાં થોડી વાર લાગશે.
7- આ નાયલોન પૌઆ શેકાય જશે એટલે ચમચો જલ્દી ફરશે.એટલે તમને ખબર પડી જશે કે આપણા નાયલોન પૌઆ શેકાય ગયા છે.
8- આપણને એવી રીતે ના ખબર પડે તો એક હાથ પર લઈ ને જોય લેવાનું અને તે તૂટી જાય તો આપણા નાયલોન પૌઆ શેકાય ગયા છે.
9-હમણાં ચોમાસુ ગયું એટલે દરેક મમરા, પૌઆ માં બધા માં હવા લાગી ગઈ હસે એટલે આપણે સેકી ને જ બનાવાના.તો એકદમ ક્રિસ્પી બની જાય છે.
10- હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું.
11- હવે આપણે તે જ કઢાઈમાં ૪ થી ૫ ચમચી તેલ મૂકીશું. તેલ ગરમ થાય પછી આપણે પૌઆ ને વધારીશું.
12- આ પૌઆ ને તળવા ના નથી હોતા.તો પણ તળેલા પૌઆ કરતા પણ વધારે ક્રિસ્પી બને છે.
13- હવે તેમાં આપણે સૂકું કોપરું અને કાજુ ના ટુકડા કરી ને. પેલા આપણે તેલ મા નાખીશું.તેને થોડું હલાવી લઈશું.થોડા બ્રાઉન કલરના થઈ જાય એટલે તેને કાઢી લઈશું. તેને બ્રાઉન થવા દેવાના જો થોડીક કચાસ રહે તો આપણો કેવડો હવાઈ જશે.
14- હવે તેમાં આપણે નાખીશું. ચણા ની દાળ જે દાળિયા ની દાળ આવે છે તે.
15- તેને આપણે થોડી કડક કરી લઈશું. જેથી તેમાં હવા હોય કે ભેજ નું પ્રમાણ હોય તો નીકળી જાય છે.
16- ચણાની દાળમાં નાખવી હોય તો તમે નાખી સકો છો. જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો.
17- હવે આપણે તેમાં લીલા મરચાં અને મીઠો લીમડો બંને નાખીશું.
18- હવે નાખીશું સીંગ દાણા આપણે અહીંયા શેકેલી સીંગ લીધી છે.તમે કાચી પણ લઈ સકો છો.
19- હવે આપણે નાખીશું. થોડી હિંગ આ બધું નાખી ને હલાવી લેવાનું છે.
20- હવે તેમાં બે ચમચી તલ નાખીશું. તલ નો ટેસ્ટ કેવડા માં ખુબજ સરસ લાગે છે.આ બધું શરીર માટે હેલ્ધી હોય છે.
21- એટલે આપણે કેવડા માં બધું નાખીશું તો આપણા બાળકોને ભાવસે.
22- હવે આપણે તેમાં હળદર અડધી ચમચી, લાલ મરચું નાખીશું અડધી ચમચી. જો તમે તીખું વધારે ખાતા હોય તો તમે વધારે નાખી સકો છો.
23- હવે આપણે તેમાં નાયલોન પૌઆ નાખીશું.અને તેને બરાબર હલકા હલકા હાથે મિક્સ કરી લઈશું.
24-હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી શું. બધા પૌઆ ને બરાબર હલાવી લઈશું.
25- બધો જ કેવડો આપણો શેકાય જાય. પછી આપણે તેને હાથ થી દબાવી ને જોય લેવાનું.એટલે આપણને ખ્યાલ આવી જશે.હવે આપણે નાખીશું. આમચૂર પાવડર એક ચમચી,બૂરું ખાંડ એક નાની ચમચી જો તમારે વધારે નાખવી હોય તો તમે નાખી સકો છો.
26- હવે આપણે તેને બેથી ત્રણ મિનિટ સુધી શેકવું પડશે..
27- હવે આપણે તેમાં ઝીણી સેવ નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. સેવ અને નાયલોન પૌઆ બરાબર મિક્સ થઈ જવા જોઈએ.
28- આ નાયલોન પૌઆ નો કેવડો ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે.કોઈ મહેમાન આવે ત્યારે પણ આપી શકો છો.અને તમારા બાળકો ને નાસ્તા ના ડબ્બા માં પણ આપી સકો છો.
29- હવે આપણે ચણાની દાળના દાળિયા અને કોપરું ને કાજુ જે તળીને રાખ્યું હતું તે નાખીશું.
30- હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું.
31- તો હવે આપણો કેવડો મસ્ત ટેસ્ટી થઈ ગયો ને બસ.ખાવા ની બવ જ મજા આવશે.
32- બધા ઘરના પરિવાર સાથે બેઠા હોય ચા નાસ્તો કરવા તો આ કેવડો બવ જ ટેસ્ટી લાગે છે.
33- હવે આપણો નાયલોન પૌઆ નો કેવડો તૈયાર છે તેને એક પ્લેટમાં કાઢી શું.
34- તો આ નાયલોન પૌઆ નો કેવડો જરૂરથી બનાવજો ખાજો અને ખવડાવજો.