Tuesday, 29 September 2020

વધેલા ભાતની કટલેટ (કટલેસ) – વેસ્ટમાંથી બેસ્ટ અને ટેસ્ટમાં તો બેસ્ટ જ છે. ક્રન્ચી અને મસાલેદાર…

વધેલા ભાતની કટલેટ

આપણા દરેકના ઘરમાં ઘણીવાર એવું બનતું હોય છે કે પ્લાનિંગ હોય કાંઈક અને થઇ જાય કાંઈક. હવે આપણે પૂરતું જમવાનું બનાવ્યું હોય અને ત્યારે જ ઘરવાળા બહારથી ખમણ કે પછી કોઈ એવી વાનગી લાવી દે કે આપણું બનાવેલ જમવાનું વધે જ. ઘણીવાર મહેમાન માટે બધું બનાવ્યું હોય અને ત્યારે એ લોકો આવવાનું જ કેન્સલ કરી દે. બસ તો આજે હું પણ એક એવી જ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટેની રેસિપી લાવી છું.

જયારે પણ ઘરમાં ભાત વધે ત્યારે આપણે તેમાંથી વઘારેલો ભાત, ભાતના ભજીયા, ભાતના મુઠીયા, ભાતના ઢેબરાં જેવી અનેક વસ્તુઓ બનાવતા હોઈએ છે. પણ આજે હું તમારી માટે લાવી છું વધેલા ભાતની કટલેટ બનાવવા માટેની સરળ અને ટેસ્ટી રેસિપી. આમાં તમે હજી વટાણા, ગાજર અને તમને ગમતા અને ભાવતા બીજા શાક પણ શાક ઉમેરી શકો.

સામગ્રી

  • વધેલો ભાત – એક બાઉલ
  • જીણી સમારેલી ડુંગળી – બે મીડીયમ સાઈઝ
  • કેપ્સિકમ – એક નાનું
  • ફણસી – ત્રણ થી ચાર નંગ
  • કોર્ન ફ્લોર – એક નાની વાટકી
  • ચોખાનો લોટ – એક નાની વાટકી
  • લસણ અને મરચા અધકચરા ક્રશ કરેલા – એક નાની વાટકી
  • આદુ – એક નાનો ટુકડો
  • લીલા ધાણા – થોડા
  • કસૂરી મેથી – એક નાની વાટકી
  • હળદર – અડધી ચમચી
  • મરચું – એક ચમચી
  • મીઠું – જરૂર મુજબ
  • ધાણાજીરું – અડધી ચમચી
  • ગરમ મસાલો – અડધી ચમચી
  • જીરું – અડધી ચમચી
  • શેકેલી શીંગનો ભૂકો – બે ચમચી

કટલેટ બનાવવા માટેની સરળ રેસિપી.

1. સૌથી પહેલા એક બાઉલમાં વધેલો ભાત લો. (ભાત વધેલો ના હોય તો સ્પેશિયલ બનાવી શકો પણ ભાત એકદમ ઠંડો થાય પછી જ ઉપયોગમાં લેજો.)

2. હવે હાથથી એ ભાતને પહેલા એકદમ મસ્ત મસળી લો જેથી ભાતના દાણા બરાબર મિક્સ થઇ જાય.

3. હવે આ ભાતમાં કેપ્સિકમ, ફણસી અને જીણી સમારેલી ડુંગળી ઉમેરીશું

4. હવે આમાં મસાલો ઉમેરીશું. લાલ મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, લીલા ધાણા અને કસૂરી મેથી હથેળીથી મસળીને ઉમેરો.

5. હવે આ મિશ્રણમાં જીરું, જીણા ક્રશ કરેલ લીલા મરચા, લસણ અને આદુ છીણીને ઉમેરીશું.

6. હવે આમાં આપણે કોર્ન ફ્લોર અને ચોખાનો લોટ ઉમેરીશું.

7. હવે આ બધું બરાબર મિક્સ કરી લઈશું, આમાં તમે બીજા પણ શાકભાજી ઉમેરી શકો જેથી બાળકો ખુશી ખુશી આ શાક ખાઈ લેશે અને ખબર પણ નહિ પડે.

8. હવે આ બાંધેલા લોટમાંથી તમને ગમે એવા શેપની કટલેટ બનાવી લઈશું. બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે કટલેટ બહુ જાડી ના કરો. ફોટોમાં બતાવ્યા પ્રમાણે મીડીયમ સાઈઝની જ બનાવો.

9. હવે ગેસ પર તેલ ગરમ કરવા મુકો અને ત્યાં સુધી બધી કટલેટ તૈયાર કરી લો. તેલ ગરમ થાય એટલે કટલેટને તળવા માટે મુકો. (કટલેટને ડીપ ફ્રાય નથી કરવાની ફોટોમાં દેખાય છે એ પ્રમાણે તેલમાં કટલેટની ઉપરની બાજુ બહાર દેખાય એટલું જ તેલ તળવા માટે લેવું.)

10. એક બાજુ કટલેટ થોડી ક્રિસ્પી અને હલકી ગોલ્ડ રંગની થાય એટલે પલટાવીને બીજી બાજુ પણ સેમ એ જ રીતે તળી લઈશું.

11. તળવા માટે તેલ લો એનું ખાસ ધ્યાન રાખજો. કટલેટ આખી ડૂબે એટલું તેલ લેવાનું નથી. તમે ઈચ્છો તો કટલેટ પલટાવો પછી ચમચીની મદદથી કટલેટ પર ગરમ તેલ નાખી શકો જેથી કટલેટ ઉપર અને નીચે બંને તરફ બરોબર ક્રન્ચી થાય અને રંગ પણ મસ્ત આવે.

12. બંને બાજુ બરાબર તળાઈ જાય એટલે કટલેટને કાઢી લો. બાકીની બધી કટલેટ આવીરીતે તળી લો.

બસ હવે આ કટલેટ રેડી છે જેને તમે મેયોનીઝ, સેઝવાન ચટણી, ગ્રીન ચટણી અને સોસ સાથે ખાઈ શકશો. ઘરમાં નાના મોટા દરેકને આ કટલેટ ખુબ પસંદ આવશે તો એકવાર જરૂર ટ્રાય કરજો.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

The post વધેલા ભાતની કટલેટ (કટલેસ) – વેસ્ટમાંથી બેસ્ટ અને ટેસ્ટમાં તો બેસ્ટ જ છે. ક્રન્ચી અને મસાલેદાર… appeared first on Rasoi ni Rani.

from Rasoi ni Rani https://ift.tt/33b7mZd

No comments:

Post a Comment

कैसे तोड़ें ? - मन और जगत के बंधन को || How to break the bond between mind and world?

श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम  सच्चिदानंद भगवान की जय। सनातन धर्म की जय।  अभी-अभी आप बहुत सुंदर कथा सुन रहे थे। मेरे क...