કેમ છો ફ્રેન્ડસ.. જય ગણેશ 
આજે બાપ્પા માટે બનાવી શું પંચખાદ્ય મોદક…આ પંચખાદ્ય નો પ્રસાદ ગણપતિ માં ખાસ બનાવવા માં આવતો હોય છે. ઘણા લોકો એને ખીરાપત પણ કહે છે .
પંચખાદ્ય યેટલે પાચ વસ્તું માંથી બનાવેલો પ્રસાદ..આ બીજી મિઠાઈઓ કરતા એકદમ પોષ્ટિક ગણાય છે.
કોકણ માં તો ઘરે ગણપતી આવે એટલે મહેમાનો નું અવર જવર બઉ ચાલતું હોય છે તે માટે પેલેથી ખાદ્ય પદાર્થ બનાવી રાખવાનું નક્કી જ હોય છે ત્યા તો પંચખાદ્ય નાં પ્રસાદ નો બઉ મહત્વ હોય છે. સૂકું કોપરું,ખારેક ,ખસખસ,બદામ કાજુ, ખડીસાખર,આ બધી વસ્તુ નાખીને પંચ ખાદ્ય નો પ્રસાદ બનાવવા માં આવે છે.
આ બધું મીક્સર માં પીસી ને જે મિશ્રણ તૈયાર થાય છે યે નો પણ પ્રસાદ ધરાવવા માં આવે છે..પણ આજે આપણે એમાંથી જ ગણપતિ ના ફેવરિટ મોદક બનાવીશું..
તો જોઈ લો ફ્રેન્ડસ પંચખાદ્ય મોદક ની સામગ્રી :-
” પંચખાદ્ય મોદક”
- અર્ધી વાટકી – સૂકા કોપરાનું છીણ
- ૧૦-૧૫ – ખારેક નો પાઉડર
- ૧૫-૨૦- બદામ
- ૧૫-૨૦- કાજુ
- અર્ધી વાટકી – ગુંદર
- અર્ધી વાટકી – છીણેલો ગોળ
- ૩ ચમચી – ઘી
રીત :-
સૌ પ્રથમ ખારેક નાં બીયા કાઢી તેનો પાઉડર બનાવી લેવો.કોપરાને પણ પીસી લેવું.અને થોડું ગરમ કરી લેવું.
કાજુ અને બદામ પણ પીસી લેવા.
ગુંદર ને ઘી માં તળી લેવું. અને બધું મિક્સ કરી લેવું

હવે છીનેલો ગોળ અને ઘી નાખી સરખું મિક્સ કરી લેવું.એકદમ સરસ બાંધેલા લોટ જેવું બની જસે.

હવે મિશ્રણ ને મોલ્ડ ભરી સરખું અંગૂઠા થી દબાવી મિશ્રણ ભરી મોદક નો શેપ આપવો.

આ બધા મોદક તમે તૈયાર કરીને રાખી સકો છો..15 દિવસ સુધી સારા રહે છે..
રસોઈની રાણી : નેહા આર. ઠક્કર
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
The post પંચખાદ્ય મોદક – આ પંચખાદ્ય નો પ્રસાદ ગણપતિ માં ખાસ બનાવવા માં આવતો હોય છે.. appeared first on Rasoi ni Rani.
from Rasoi ni Rani https://ift.tt/2EFncS3
No comments:
Post a Comment