કેમ છો ફ્રેંડસ ….
આપણે બધાય ના ઘરે ખીર તો બનતી જ હોય છે …પણ હું આજે તમારા માટે કયિક અલગ ખીર લાવી છુ….અત્યારે લિલી મકાઈ ખૂપ સરસ મડી રહી છે …આપણે મકાઈ નો ચેવડો, સિરો ચાટ , શાક બધું બનાવતા હોય છે. મકાઈમાં શરીરના પોષણ માટે જરુરી દરેક પ્રકારના મિનરલ્સ હોય છે. મકાઈ જેવા હેલ્ધી ફૂડને તમે બ્રેકફાસ્ટ, લંન્ચ અને ડિનર સિવાય નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો.
મકાઈમાં રહેલા એન્ટી-ઓક્સિડેન્ટ્સ અને ફ્લેવેનૉઈડ તત્વોને કારણે આ કેન્સર જેવી ખતરનાક બીમારીના ખતરાને પણ ઓછો કરે છે. મકાઈમાં વિટામિન સી, બાયોફ્લેવિનૉઈડ્સ, કૈરોટેનૉઈડ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. આ કૉલેસ્ટ્રોલ ઓછું કરવામાં, ધમની બ્લૉક થવાથી રોકે છે. આમાં રહેલા ફાઈબર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.
જો તમને કાયમ વીકનેસ અનુભવાતી હોય અને શરીરમાં એનર્જી નથી રહેતી તો તમે કોર્ન ખાવાનું શરુ કરો. મકાઈમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જેનાથી શરીરમાં એનર્જી ઉત્પન્ન થાય છે. મકાઈ ખાવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે માટે લાંબા સમય સુધી એનર્જી રહેશે.
તો ચાલો ફ્રેંડસ જોઈ લઈએ ખીર માટે ની સામગ્રી :-
“લિલી મકાઈ ની ખીર”
1 – લીલી મકાઈ
1 – ચમચો ઘી
1 – કપ દૂધ
4 – ચમચી ખાંડ
1 – ચમચો મિલ્ક પાવડર
ચપટી – કેસર
રીત :-
સૌ પ્રથમ મકાઈ ની છોલી છીણી લેવી.
હવે એક કઢાઈ માં ધી ગરમ કરી તેમાં છીણ ને શેકી લેવું.
એકદમ સરસ સુગંધ આવે ત્યાંસુધી છીણ ને શેકવું.
હવે તેમાં મિલ્ક પાવડર ઉમેરવુ. મિલ્ક પાવડર થી સરસ ક્રિમી ટેસ્ટ આવશે.. સરખું મિક્સ કરી તેમાં દૂધ નાખવું.
થોડું ઉકળે એટલે તેમાં ખાંડ નાખવી.
હવે તેમાં કેસર નાખી થોડું ઉકળવા દેવું.
હવે આપણી ખીર ખાવા માટે તૈયાર છે.
તમે તમારી પસંદ ના ડ્રાયફ્રુટ પણ નાખી શકો છો…
મકાઈ ની ખીર ગરમ અને ઠંડી બેવ સરસ લાગે છે…
રસોઈની રાણી : નેહા આર. ઠક્કર
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
The post લીલી મકાઈ ની ખીર – અમેરિકન મકાઈ હવે ફક્ત બાફીને કે શેકીને નહિ પણ ખીર બનાવીને પણ ટ્રાય કરો… appeared first on જલ્સા કરોને જેંતીલાલ.
from રસોઈની રાણી – જલ્સા કરોને જેંતીલાલ https://ift.tt/2UQKFFe
No comments:
Post a Comment