Tuesday, 16 June 2020

મેથીના થેપલા – નાના મોટા સૌ ને ભાવે એવા મેથી ના થેપલા, જેને તમેં ચા, કોફી, અથાણા કે પછી એમ જ ખાઈ શકો છો.

મેથી ખાવા મા આનાકાની કરતા બાળકો ને મેથી ખાતા કરો આ હેલ્ધી મેથી ના થેપલાંથી

સામગ્રી:

  • ઘઉં નોઝીણો લોટ : ૧ કપ
  • ઝીણી સમારેલી લીલી મેથી: ૧/૨ કપ
  • આદુ, મરચા, લસણ ની પેસ્ટ: ૧/૨ ચમચી
  • અજમો: ૧/૨ ચમચી
  • હળદર: ૧/૪ ચમચી
  • ધાણા જીરું: ૧/૨ ચમચી
  • તલ: ૧ ચમચી
  • મીઠું: સ્વાદ અનુસાર
  • લાલ મરચું પાવડર: ૧/૨ ચમચી (ઓપસ્નલ)
  • ઝીણા સમારેલા લીલા ધાણા: ૧-૨ ચમચી
  • તેલ: ૨ ચમચી
  • દહીં: ૧ ચમચી

રીત:

– સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ લો.

– ત્યાર બાદ તેમાં અજમો નાખો, અનમાં ને લોટ માં નાખતા પેહલા હાથ ની હથેળી માં વ્યવસ્થિત રીતે બરાબર મસળી ને નાખો જેના લીધે અજમા ની ફ્લેવર બરાબર ખુલી ને આવે.

– હવે તેમાં હળદર, મીઠું, મરચું,ધાણાજીરું, તલ નાખો અને મસાલા ને લોટ માં વ્યવસ્થિત રીતે મિક્ષ કરો.

– મસાલા મિક્ષ કાર્ય બાદ તેમાં આદું, મરચા અને લસણ ની પેસ્ટ એડ કરો. આ પેસ્ટ તમે તમારા બેબી ને જેટલું તીખું ખવડાવવા માંગતા હોઈ તે પ્રમાણે નાખવું. અને તેને લોટ માં વ્યવસ્થિત રીતે મિક્ષ કરી લો.

– લોટ માં મોવણ માટે તેલ એડ કરો અને સાથે જ તેમાં દહીં પણ એડ કરી દો અને તેને લોટ માં વ્યવસ્થિત રીતે મિક્ષ કરો

. મોવણ ના લીધે થેપલા પોચા બનશે. અને લીલી મેથી નાંખી લો અને બરાબર મૂળ કરી લો.

– હવે આ લોટ માં જરૂર પ્રમાણે હુંફાળું પાણી એડ કરી અને રોટલી ના થી થોડો કડક અને ભાખરી ના થી ઢીલો એવો લોટ ની કણક બાંધી લો. અને તેને ઢાંકી ને ૧૦-૧૫ મિનીટ માટે સાઈડ પર મૂકી દો.

– ૧૦-૧૫ મિનીટ બાદ બાંધેલા લોટ ના રોટલી ની સાઈઝ ના લુવા બનાવી લો.

– ઘઉં ના ઝીણા લોટ અથવા ચોખા ના લોટ નું અટામણ લઇ ને થેપલા વણી લો.

– ગેસ પર મીડીયમ આંચે એક તવી ને ગરમ કરો અને તેલ મૂકી ને થેપલા ને સેકી લો.

– તો તૈયાર છે સ્વાદીસ્ટ અને નાના મોટા સૌ ને ભાવે એવા મેથી ના થેપલા, જેને તમેં ચા, કોફી, અથાણા કે પછી એમ જ ખાઈ શકો છો. અને આ થેપલા ૫-૭ દિવસ સુધી બગડતા પણ નથી.

આવી હેલ્ધી રેસીપી ધ્વારા બાળકો ને મેથી પાલક જેવી લીલી શાકભાજી ખવડાવવી એકદમ ઈઝી છે.

વિડીયો માટે ની લીંક:

રસોઈની રાણી : દર્શિતા પટેલ

The Mommie Universe ને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરો👇🏼👇🏼

https://instagram.com/the.mommie.universe?igshid=itb0c3dm1bej

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

The post મેથીના થેપલા – નાના મોટા સૌ ને ભાવે એવા મેથી ના થેપલા, જેને તમેં ચા, કોફી, અથાણા કે પછી એમ જ ખાઈ શકો છો. appeared first on જલ્સા કરોને જેંતીલાલ.



from રસોઈની રાણી – જલ્સા કરોને જેંતીલાલ https://ift.tt/3fA4p8b

No comments:

Post a Comment

कैसे तोड़ें ? - मन और जगत के बंधन को || How to break the bond between mind and world?

श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम  सच्चिदानंद भगवान की जय। सनातन धर्म की जय।  अभी-अभी आप बहुत सुंदर कथा सुन रहे थे। मेरे क...