Monday, 15 June 2020

મેંગો આઇસક્રીમ – જો તમે હજી નથી બનાવ્યો મેંગો આઈસ્ક્રીમ તો પછી આજે જ સમય કાઢીને બનાવી દો…

મેંગો આઈસ્ક્રીમ

ગરમીની સિઝનમાં ઠંડો ઠંડો આઈસ્ક્રીમ જો ઘરે બેઠા જ મળી જાય તો કોને ન ગમે? અને એમાંય બાળકોને તો ખૂબ જ મજા પડી જાય. તેમાંય આજકાલના બાળકો જ નહીં પરંતુ મોટા વડિલોને પણ આઈસ્ક્રીમ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તો ચાલો મિત્રો, આજે હું લઈને આવી છું સરળતાથી બની જાય એવી યૂનિક મેંગો આઈસ્ક્રીમની રેસિપી. અને એમાંય ઘરની જ ચીજવસ્તુઓ માંથી જો સરળતાથી આઈસ્ક્રીમ મળી જતો હોય તો આવો ફાયદો ના છોડાય.

ગરમીમાં સ્ટોરમાં ખરીદેલી વસ્તુઓ ને બદલે બાળકો અને સ્વજનોને ઘરેલું બનાવેલી આઈસ્ક્રીમ સવૅ કરીએ તો આ એક સરસ વિચાર છે. આઈહોપ આપસૌને મારી આ હેલ્ધી રેસિપી ખૂબ જ પસંદ આવશે. તો ચાલો બનાવીએ મેંગો આઈસ્ક્રીમ. સામગ્રી -: 750 મિલી. ફૂલ ફેટ દૂધ

2 ચમચી કસ્ટડૅ પાવડર

3 ચમચી ખાંડ

2 નંગ કેરી ખાંડ આપણા સ્વાદ પ્રમાણે વધઘટ કરી શકાય. તૈયારી :- કેરી ને ચોખ્ખા પાણી માં ધોઈને છાલ ઉતારી અને એના કટકા કરીને મિક્સરમાં કે બ્લેન્ડરમાં ક્રશ કરી દેવાના છે. રીત :- સ્ટેપ 1 : એક નોનસ્ટિક કડાઈમાં 750 મિલિ દૂધ નાખીશું અને ગેસ ની ધીમી આંચ પર ઉકળવા મુકીશું.

સ્ટેપ 2 : દૂધ અડધું થઈ જાય તેમજ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. અને

ઉકળવા દેવાનું છે.

સ્ટેપ 3 : દૂધ થોડું ઉકળે એટલે એક વાટકીમાં થોડું દૂધ લેવાનું અને એમાં 2 ચમચી કસ્ટડૅ પાવડર ને સારી રીતે મિક્સ કરીને નોનસ્ટિક પેનમાં જે દૂધ ઉકળે છે એમાં સારી રીતે મિક્સ કરવાનું.

સ્ટેપ 4 : જેમ જેમ દૂધ ઉકળતું જશે તેમ નોનસ્ટિક પેન ની સાઈડ ની બાજુ પર દૂધની મલાઈ ચોંટશે એ આપણે દૂધમાં જ મિક્સ કરતાં જવાનું છે. સ્ટેપ 4 : દૂધ ધટ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા જવાનું છે.

સ્ટેપ 5 : ગેસ બંધ કરીને દૂધને રૂમ ટેમ્પરેચર પર ઠંડું થવા દઈશું.

સ્ટેપ 6 : દૂધ ઠંડું થઈ જાય ત્યારબાદ તેમાં ક્રશ કરેલા મેંગો ને દૂધમાં સારી રીતે મિક્સ કરી દઈશું.

સ્ટેપ 7 : હવે આ મિશ્રણને એરટાઈટ કંન્ટેઈનર માં 5 થી 6 કલાક જમાવવા માટે ફ્રીઝર માં મૂકીદો.

સ્ટેપ 8 : 5 થી 6 કલાક બાદ એરટાઈટ કંન્ટેઈનર ને બહાર કાઢી લઈશું. અને મિક્સરમાં કે બ્લેન્ડરમાં ક્રશ કરી લઈશું. જેથી આઈસ્ક્રીમ સોફ્ટ અને ક્રીમી બનશે.

સ્ટેપ 9 : હવે ફરીથી આ ક્રશ કરેલા આઈસ્ક્રીમ ને એરટાઈટ કંન્ટેઈનર માં લઈને 8 થી 9 કલાક માટે જમાવવા મુકી દઈશું.

સ્ટેપ 10 : હવે આપણો મેંગો આઈસ્ક્રીમ થઈ ગયો છે. આઈસ્ક્રીમને સવિઁગ બાઉલમાં કાઢીશું અને ઉપર કેરીના નાના નાના પીસ કરીને આઈસ્ક્રીમ પર ગાનિઁશ કરીને સવૅ કરીશું. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી મેંગો આઈસ્ક્રીમ .

તમે આ આઈસ્ક્રીમ ને બપોરે ખાઈ શકો છો અથવા તો રાતના ભોજન પછી ડેઝર્ટ માં પણ સવૅ કરી શકો છો. તો આ આઈસ્ક્રીમ જરૂર થી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને બધી જ સામગ્રી ઘરમાંથી જ મળી જશે.

 નોંધ :-

– આ આઈસ્ક્રીમ માં કોઈ પણ આટિઁફિશિયલ ફ્લેવર નો ઉપયોગ કરયો નથી. – કેરી માં જે પ્રમાણેની સ્વીટનેસ હોય એ પ્રમાણે ખાંડ ને વધઘટ કરી શકો છો. – ઉકળેલા દૂધ ને ઠંડું કરવા ફ્રિજમાં મુકવાનું નથી. – આ આઈસ્ક્રીમ 5 થી 6 દિવસ સુધી બગડતો નથી.
રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

The post મેંગો આઇસક્રીમ – જો તમે હજી નથી બનાવ્યો મેંગો આઈસ્ક્રીમ તો પછી આજે જ સમય કાઢીને બનાવી દો… appeared first on જલ્સા કરોને જેંતીલાલ.



from રસોઈની રાણી – જલ્સા કરોને જેંતીલાલ https://ift.tt/30Ohruq

No comments:

Post a Comment

कैसे तोड़ें ? - मन और जगत के बंधन को || How to break the bond between mind and world?

श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम  सच्चिदानंद भगवान की जय। सनातन धर्म की जय।  अभी-अभी आप बहुत सुंदर कथा सुन रहे थे। मेरे क...