દોસ્તો કેમ છો! મજામાં ને, આપને સાંજે ડિનર માં કા તો જમવામાં રોજ શું બનાવીશું એ વિચાર આવે છે. તો આપને ઇન્સ્ટન્ટ કંઇક બની જાય એવું વિચારીએ તો પહેલા આપને ચણા ના લોટ ના પુડલા યાદ આવે.
સેન્ડવીચ પણ એવી છે કે જે ફટાફટ તૈયાર થઈ જાય. અને ઘરમાં નાના મોટા સૌ ને ભાવે.તો આજે આપણે ચણા ના લોટ ના પુડલા ને ટવીસ્ટ કરી ને બનાવીશું પુડલા સેન્ડવીચ. બોમ્બે ની સેન્ડવીચ ખૂબ જ પ્રખ્યાત છે. બોમ્બે ની દોડતી લાઇફમાં ફટાફટ અને હેલ્ધી બને તેવી બ્રેકફાસ્ટ કે ડિનર ની રેસીપી પસંદ કરે છે. તો પુડલા સેન્ડવીચ એ બોમ્બનું સ્ટ્રીટ ફૂડ છે. પુડલા સેન્ડવીચ માં આપને વેજીટેબલ નો પણ ઉપયોગ કરીએ છે જેથી હેલધી પણ છે.તો સામગ્રી જોઈ લઈશું.
સામગ્રી
- ૧/૪ બાઉલ બીટ
- ૧ બાઉલ ગાજર
- ૧ બાઉલ કોબીજ
- ૧ બાઉલ કેપ્સીકમ
- ૧ બાઉલ ચણા નો લોટ
- ૧ ચમચી ચીલી ફ્લેક્સ
- ૧ ચમચી ઓરેગાનો
- ૧/૨ ચમચી હળદર
- ૧/૨ ચમચી ચાટ મસાલો
- ૧ ચમચી મરચુ
- ૧ ચમચી ધાણાજીરું
- ૨ ચમચી બટર
- ૨ બ્રેડ
- ૧ નાનો બાઉલ ટોમેટો કેચઅપ
- ૧ ચીઝ ક્યૂબ
રીત
સૌ પ્રથમ બીટ ,ગાજર,કોબીજ,અને કેપ્સીકમ ને લાંબા સમારી લો.
એક બાઉલમાં સ્વાદ અનુસાર મીઠું, ચિલી ફ્લેક્સ, ઓરેગાનો ,ચાટ મસાલો એડ કરી મિક્સ કરી લો.
એક બાઉલ માં ચણા નો લોટ એડ કરો.
ચણા ના લોટ માં મીઠું, મરચુ, હળદર, ધાણાજીરૂ એડ કરો.
હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી ખીરૂ બનાવી લો.
બ્રેડ ને ખીરા માં ડીપ કરી લો.
ડીપ કરેલી બ્રેડ ને ગરમ નોનસ્ટિક તવી પર મૂકો.
તેની ઉપર વેજીટેબલ નું મિશ્રણ એડ કરો.
વેજીટેબલ ઉપર ચણા ના લોટ નું ખીરૂ એડ કરો.
તેની ઉપર બટર લગાવો.
બટર થી બને બાજુ શેકી લો.
હવે સેન્ડવીચ ને બંધ કરી દો.
સેન્ડવીચ ના પીસ કરી તેની ઉપર ચીઝ છીણી લો. અને તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
રસોઈની રાણી : રીના ત્રિવેદી
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
The post પુડલા સેન્ડવીચ – બ્રેડ પકોડા અને પુડલા ખાધા હવે બનાવો આ નવીન પુડલા સેન્ડવીચ… appeared first on Rasoi ni Rani.
from Rasoi ni Rani https://ift.tt/33pvV4R
No comments:
Post a Comment