મોરિયા ની ખીર
દોસ્તો શ્રાદ્ધ પક્ષ ચાલે છે.તો આપને અલગ અલગ ખીર બનાવતા હોઈએ છે. તો ઉપવાસ હોય તો આપને એમ થાય કે આજે શું બનાવીશું. તો અગિયારશ કે ઉપવાસ હોય તો મોરીયા ની ખીર જરૂર બનાવજો.
આપને મોરિયો તો બનાવતા જ હોઈએ છે. પણ મોરિયા ની ખીર તો દૂધપાક જેટલી જ સરસ લાગે છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે.મોરિયા ની ખીર ફટાફટ થઈ જાય છે તો આ અગિયારશ અને શ્રાદ્ધ માં મોરિયા ની ખીર જરૂરથી બનાવજો.
સામગ્રી
- ૧/૨ બાઉલ મોરિયો
- ૧/૪ બાઉલ ખાંડ
- ૫ થી ૬ કાજુ
- ૫ થી ૬ બદામ
- ૭ થી ૮ દ્રાક્ષ
- ૨૫૦ ગ્રામ દૂધ
- ૧/૨ ચમચી ઇલાયચી પાવડર
- ૫ થી ૬ તાંતણા કેસર
રીત
સૌ પ્રથમ એક કડાઈ માં દૂધ એડ કરીશું.
દૂધ ગરમ થાય એટલે તેમાં મોરિયો એડ કરીશું.
હવે તેમાં કેસર અને ઇલાયચી પાવડર એડ કરીશું.
મોરિયો બફાઈ જાય એટલે તેમાં ખાંડ એડ કરીશું.
ખાંડ ઓગળી જાય એટલે ખીરમાં કાજુ બદામ એડ કરીશું.
રસોઈની રાણી : રીના ત્રિવેદી
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
The post મોરિયાની (મોરૈયાની) ખીર – શ્રાદ્ધ દરમિયાન બનાવો આ ખાસ ઉપવાસમાં ખવાય એવી ખીર. appeared first on Rasoi ni Rani.
from Rasoi ni Rani https://ift.tt/3m4kLtP
No comments:
Post a Comment