હમણાં જે રીતે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે એ જોતા આપણે પરિવારની સુરક્ષા વિષે જરા પણ બાંધછોડ કરવી જોઈએ નહિ. આજે લગભગ દરેક ઘરમાં બધા પોતપોતાની રીત કોઈકને કાંઈક નવીન ઉકાળા અને હેલ્થી ફૂડ ખાઈ રહ્યા છે કે જેથી પરિવાર સુરક્ષિત રહે અને બધા કોરોનાથી સલામત રહે.
બસ આજે હું પણ તમારી માટે લાવી છું એક ઇમ્યુનીટી બુસ્ટર ડ્રિન્ક જેનાથી તમે અને તમારો પરિવાર સુરક્ષિત રહી શકશો. આ ઉકાળાની મદદથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં ખુબ વધારો થાય છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો .. અને આ ઉકાળો પીવાથી શરદી, ખાંસી, તાવ વગેરે મટે છે તો વિડિયો રેસિપી દ્રારા સ્ટેપ બાય સ્ટેપ જુઓ અને જરૂર થી બનાવો અને પરિવાર ને કોરોના થી સુરક્ષિત રાખો.
સામગ્રી:-
- • 2 ગ્લાસ પાણી
- • 20-25 તુલસી પાન
- • અજમાના પાન
- • 1 ચમચી કાળામરી પાવડર
- • 1 ચમચી હળદર
- • ½ ચમચી સૂંઠ પાવડર
- • 1 ચમચી છીણેલું આદું
- • 1 ચમચી મધ
રીત :-
સ્ટેપ 1:-
સૌપ્રથમ તપેલીમાં 2 ગ્લાસ પાણી ઉમેરીને ઉકળવા મુકીશું
સ્ટેપ 2:-
હવે એમાં 20-25 તુલસી અને અજમાના પાન નાખીશું.
સ્ટેપ 3:-
હવે એમાં કાળા મરી પાવડર, સૂંઠ પાવડર,હળદર, અને આદું ઉમેરીને ઉકળવા દો.અને પાણી અડધું થાય ત્યાં સુધી ઉકળવા દેવાનું.
સ્ટેપ 4:-

પાણી અડધું થાય એટલે ગેસ બંધ કરીને સવિઁગ કપ માં ગળી લઈશું.
સ્ટેપ 5:-
ત્યારબાદ 1 ચમચી મધ ઉમેરો અને મિક્સ કરો. તો ઈમ્યુનિટી બુસ્ટર ડ્રિંક્સ રેડી છે . તો મિત્રો તમે પણ આ ડ્રિન્ક જરૂર બનાવો અને કોરોના ને હરાવો.
નોંધ:-
• અજમાના પાન ન હોય તો 1 ચમચી અજમો ઉમેરો.
• હુંફાળું ગરમ હોય ત્યારે જ મધ ઉમેરવું
રસોઈની રાણી : ડિમ્પલ પટેલ
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
The post ઉકાળો:-કોરોના મહામારીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખાસ આ ઉકાળો બનાવો appeared first on Rasoi ni Rani.
from Rasoi ni Rani https://ift.tt/36AdlJn
No comments:
Post a Comment