Wednesday, 28 October 2020

કૂકરમાં આખી મકાઈનું શાક બનાવાની પરફેક્ટ રેસિપી..

ફૂડ ગુરુ યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે અમદાવાદથી કોમલ ભટ્ટ સૌને શીખવશે કૂકરમાં “આખી મકાઈનું શાક” જેને તમે કોઈ પણ તંદૂરી રોટી, નાન કે સિમ્પલ રોટલી સાથે ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.એક વખત ખાશો તો વારંવાર ખાવાનું મન થશે. હવે તમે પણ ઘરે બેઠા માણી શકો છો. વિડીયોને છેલ્લે સુધી જોજો કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી??? તો ચાલો જોઈ લઈએ તેની સામગ્રી.

સામગ્રી

  • મકાઈના પાંચ કટકા
  • ટામેટાની પેસ્ટ
  • અડધી વાડકી ડુંગળીની પેસ્ટ
  • 1 મોટી ચમચી આદું-મરચાની પેસ્ટ
  • અડધી ચમચી આમચૂર પાવડર
  • અડધી ચમચી મોરસ
  • ગરમ મસાલો અડધી ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • રેગ્યુલર મસાલા

રીત

1- મકાઈ ડોડા નુ શાક બનાવવા માટે સૌથી પહેલા તેને છોલીને મકાઈના ૫ ટુકડા કરી લીધા છે.

2-પહેલા એક કૂકરમાં બે મોટી ચમચી તેલ લઈશું.

3- હવે તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું નાખીશું.

4- હવે ચપટી હિંગ નાખીશું હવે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખીશું.

5- હવે આદુ મરચાની કાચી સ્મેલ જતી રે ત્યાં સુધી શેકાવા દઈશું.

6- હવે તેમાં 1 મોટી ડુંગળી ની પેસ્ટ કરી લીધી છે અડધી વાડકી જેટલી. ડુંગળી કાચી હોય એટલે તેને શેકાવા દઈશું. જ્યાં સુધી તે ગુલાબી ના થાય ત્યાં સુધી.

7- તેને ધીમા તાપે શેકાવા દઈશું. આ સબ્જી આપણે ડાયરેક્ટ કુકરમાં જ બનાવીએ છે.નીચે ચોંટે નહીં તેનું ધ્યાન રાખવાનું છે.

8- ડુંગળી શેકાય જાય એટલે તેમાં ટામેટા પેસ્ટ નાખીશું. તેમાં એક મોટું ટામેટુ લીધું હતું જેની મેં પેસ્ટ કરી લીધી છે.

9- હવે આને પણ સારી રીતે શેકાવા દઈશું. ત્યાં સુધી ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે.

10- લગભગ પાંચ મિનિટ સુધી શેકાવા દીધી છે.

11- જ્યાં સુધી તેના સાઈડ પર તેલ છુટુ પડતું દેખાય ત્યાં સુધી ત્યાં સુધી તમારે શેકવાનું છે.

12-હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સાઈડમાં તેલ છૂટું પડવા માંડ્યું છે.

13- હવે આપણે ગ્રેવીમાં બધા મસાલા કરીશું.

14-તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. જો તમે તીખું વધારે પસંદ કરતા હોય તો તમે વધારે નાખી શકો છો.

15- હવે એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું.

16- હવે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. નોર્મલ મસાલો જે તમે ઘરે વાપરતા હોય દાળ-શાક નો ગરમ મસાલો એ તમે યુઝ કરી શકો છો.

17- હવે આ મસાલાને શેકાવા દઈશું. જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી શેકાવા દઈશું. જેથી મસાલા સરસ રીતે ચડી જશે.

18- તેને વારંવાર હલાવતા રહેવાનું છે જેથી નીચે ચોંટી ના જાય.

19- હવે તમે એ વીડિયોમાં જોઈ શકો છો કે સાઈડ પર તેલ છૂટુ પડવા માંડ્યું છે.

20- હવે આપણે એમાં થોડું પાણી નાખીશું. લગભગ અડધાથી પોણા ગ્લાસ જેટલું.

21- આપણી ગ્રેવી થોડી ઘટ્ટ હોવી જોઈએ. બવ પાતળી નથી કરવાની.

22- હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેશું.

23- હવે તેમાં અડધી ચમચી ખાંડ એડ કરીશું કારણકે તેમાં ટામેટાની ખટાસ છે ખાંડ તમે પસંદ કરતા હોવ તો તમે નાખી શકો પણ ખટાશને દબાવવા માટે થોડી ખાંડ ઉમેરીશું.

24-હવે આપણે આ સ્ટેજ પર અમેરિકન મકાઈ ના જે કટકા કરી ને રાખ્યા તા એ પ્રેશર કુકરમાં એડ કરી લઈશું અને ૩ સીટી વગાડી શું.

25- જેથી બધો મસાલો મકાઈના ડોડા માં એડ થઈ જાય.

26- તો ચાલો તેને એડ કરી લઈએ. હવે તેને બરાબર એક વાર મિક્સ કરી લઈએ. હવે પ્રેશર કુકર નું ઢાંકણું બંધ કરી ત્રણ સીટી વગાડી શું.

27- હવે ત્રણ સીટી થઈ ગઈ છે તો તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી મકાઈ સરસ રીતે બફાઇ ગઇ છે. એની સાથે ગ્રેવી પણ સરસ રીતે એડ થઈ ગઈ છે.

28- હવે તેમાં આપણે અડધી ચમચી જેટલું આમચૂર પાવડર એડ કરીશું.

29- હવે તેમાં થોડું પાણી એડ કરીશું. હવે તેને મિક્સ કરી લઈએ.

30- હવે થોડીવાર માટે બોઈલ થવા દઈશું. હવે બરાબર બોઈલ થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈએ.

31- હવે ચાલો આપણે સર્વ કરીએ.

32- આપણે એક બાઉલમાં સબ્જી કાઢીશું.

33- હવે સબ્જી પર ફ્રેશ ધાણા થી ગાર્નીશિંગ કરીશું.

34- તો હવે મકાઈ ડોડાની સબ્જી રેડી થઈ ગઈ છે બહુ ટેસ્ટી લાગે છે જરૂરથી બનાવજો ખાજો અને ખવડાવજો થેન્ક્યુ.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

The post કૂકરમાં આખી મકાઈનું શાક બનાવાની પરફેક્ટ રેસિપી.. appeared first on Rasoi ni Rani.

from Rasoi ni Rani https://ift.tt/3ovTz8h

No comments:

Post a Comment

कैसे तोड़ें ? - मन और जगत के बंधन को || How to break the bond between mind and world?

श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम  सच्चिदानंद भगवान की जय। सनातन धर्म की जय।  अभी-अभी आप बहुत सुंदर कथा सुन रहे थे। मेरे क...