કેમ છો ફ્રેન્ડસ.. જય ગણેશ 
આજે હું લાવી છું અળસીના લાડુ.. અળસી તો આપણા શરીર માટે ખૂપ ગુણકારી છે.તો આજે એના જ લાડુ બનાવી દયિયે..
ગણેશ ચતુર્થી ગુજરાતમાં અને મહારાષ્ટ્ર માં સૌથી વધુ ધામધૂમથી ઉજવાતા તહેવારોમાંનો એક છે. 10 દિવસનો આ તહેવાર ગુજરાતીઓ ઘણા ઉત્સાહથી મનાવે છે. ગણેશ ચતુર્થીની ઉજવણી ગણપતિ દાદાના ફેવરિટ પ્રસાદ બનાવ્યા વિના અધૂરી છે. સ્થાપનાથી માંડીને વિસર્જન સુધી ભક્તો ગણપતિ દાદાને જાતજાતની મીઠાઈઓ ધરાવે છે. ખાસ કરીને ગણેશજી માટે મોદક અને લાડુ બનાવવામાં આવે છે. મીઠાઈની દુકાનમાં મોદકની અને લાડુ ની જાતજાતની વેરાયટી મળે છે.
ભારતમાં જુદા જુદા તહેવારોએ ચોક્કસ જ મીઠાઈ બનાવવા પાછળ પણ ખાસ કારણ છુપાયેલું છે. ઘણા લોકો નથી જાણતા કે ગણેશ ચતુર્થીએ કેમ મોદક કે લાડુ બનાવવામાં આવે છે.. તમને ગણેશજીની મૂર્તિનાં હાથમાં લાડુ દેખાશે. આ જ ચીજ તેમનો લાડુ માટેનો પ્રેમ દર્શાવે છે. લાડુનો ઉલ્લેખ ગણેશજીી ની આરતી માં પણ થાય છે. જેમાં ભક્તો ગાય છે- લડ્ડુ કા ભોગ લગે, સંત કરે સેવા.
તો ચાલો ફ્રેન્ડસ આપણે આજે ગણપતિ દાદા માટે મસ્ત મજાના ગુણકારી લાડુ બનાવીશું તો જોઈ લો સામગ્રી અને સાથે અળસીના ફાયદા…
“અળસીના લડડું”
અળસીના લાડુ આરોગ્ય માટે ફાયદાકારી હોય છે.
સામગ્રી-
- 100 ગ્રામ – અળસી
- 75 ગ્રામ – ડારિયા
- 75 ગ્રામ – સૂકું કોપરાનું છીણ
- 25 ગ્રામ – કિશમિશ
- 25 ગ્રામ – બદામ
- 25 ગ્રામ – કાજુ
- 1 કપ – દેશી ઘી
- 300 ગ્રામ – નરમ ગોળ
વિધિ-
સૌથી પહેલા કઢાઈ માં ડારિયા અને અડસીને સરખું શેકી લેવું.
હવે ઠંડુ પડે એટલે મિક્સર માં પીસી લેવું.

હવે એક બાઉલ માં પીસેલી અડ્સી અને ડારિયા નો પાઉડર કાઢી તેમાં કોપરાનું છીણ, બદામ,કિશમિશ ગોળ અને ઘી નાખી બધી સામગ્રી મિક્સ કરી લેવી.
હવે તેના ગોળ-ગોળ લાડું બનાવો.
તો તૈયાર છે બાપ્પા માટે એકદમ હેલ્થી અને ટેસ્ટી અળસીના લડડું….
રસોઈની રાણી : નેહા આર. ઠક્કર
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
The post અળસીના લાડુ – જો બાળકોને અળસી પસંદ નથી તો તેમને આ લાડુ બનાવી આપો જરૂર પસંદ આવશે… appeared first on Rasoi ni Rani.
from Rasoi ni Rani https://ift.tt/2YqcKoL
No comments:
Post a Comment