સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ છે. સુખડી આપને ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવી એ છે. રાગી ના લોટ નો ઉપયોગ કરી ને આપને શીરો બનાવીએ છે.
તો આજે આપણે રાગી ના લોટ ની સુખડી બનાવીશું. રાગી માં કેલ્શિયમ અને કેલરી વધારે હોય છે.રાગી હાડકા ની મજબૂતી માટે એક સંપૂર્ણ આહાર છે.રાગી માં પ્રોટીન પણ હોય છે. રાગી સરળતાથી પચી જાય છે. આ સુખડી એકદમ પોચી બને છે.
સામગ્રી
- ૧ બાઉલ ઘી
- ૧ બાઉલ ગોળ
- ૧ બાઉલ રાગી નો લોટ
રીત
સૌ પ્રથમ આપને એક કડાઈ માં ઘી લઈશું.
ઘી ગરમ થાય એટલે તેમાં લોટ એડ કરીશું.
લોટ ને આપને ઘી માં બરાબર શેકી લઈશું.
લોટ શેકાઈ જાય એટલે તેમાં આપને ગોળ એડ કરીશું.
ગોળ એડ કર્યા બાદ ગેસ બંધ કરી દેવો.
ગોળ બરાબર મિક્ષ થઈ જાય એટલે સુખડી ડિશ માં પાથરી લઈશું.
હવે સુખડી ના પીસ કરી સર્વ કરીશું.
રસોઈની રાણી : રીના ત્રિવેદી
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
The post રાગી ના લોટ ની સુખડી – કેલ્શિયમથી ભરપૂર એવી આ સુખડી ઘરમાં બધાને ખવડાવજો… appeared first on Rasoi ni Rani.
from Rasoi ni Rani https://ift.tt/31dEGgS
No comments:
Post a Comment