Wednesday, 7 October 2020

બોમ્બે સ્ટાઇલ મસાલા બન – બનાવવામાં સરળ અને ખાવામાં ટેસ્ટી ઘરમાં બધાને પસંદ આવશે…

બોમ્બે સ્ટાઇલ મસાલા બન આજે આપડે ઘરે બનાવીશુ અને એ ખૂબ જ જડપી બની જાય છે અને જે ખાવામાં ખૂ bબ જ સ્વાદિષ્ટ લાગશે.

  • – 1 કેપ્સિકમ
  • – 2 ટામેટા
  • – 2 ડુંગળી
  • – 4 ટેબલ સ્પૂન બટર
  • – 1 1/2 ટી સ્પૂન મરચું
  • – 1/2 ટી સ્પૂન ગરમ મસાલા
  • – 1 ટી સ્પૂન કસમીરી રેડ ચીલી પાઉડર
  • – 1 ટી સ્પૂન પાવભાજી મસાલા
  • – 1/2 ટી સ્પૂન મીઠું
  • – 1/2 કપ વોટર
  • – 6-7 કળી લસણ
  • – 1 ચમચી જીરું

રીત

1…સૌ પ્રથમ લાલ ચટણી બનાવી શું એના માટે એક વાડકી માં લાલ મરચું પાવડર લઇ તેમાં 4 ચમચી પાણી ઉમેરી ઢાકી ને રાખવી …અને પછી મિક્સર જાર માં લસણ ,જીરું ,મીઠું અને ઢાકી ને રાખેલું મરચા વાળું મિક્સર માં ઉમેરી થોડું પાણી નાખી પીસી લેવું અને વાડકી માં કાઢી લેવું …

2..સૌથી પહેલા મસાલા બન બનાવા માટે એક નોનસ્ટિક પેન લઈશુ તેમાં 4 ટેબલ ચમચી બટર એડ કરીશુ, પછી બધા શાકભાજી કટ કરેલા એડ કરીશુ.

3.. ત્યારપછી એને 5 મિનિટ સુધી સેકાવા દઈશુ, સેકાય ગયા પછી એમાં 1/2 ટી ચમચી મરચું એડ કરીશુ, પછી 1/2 ટી ચમચી ગરમ મસાલા, 1ટી ચમચી કાશ્મીરી રેડ ચીલી પાઉડર એડ કરીશુ, 1ટી ચમચી પાવભાજી મસાલો, 1/2 ટી ચમચી મીઠું એડ કરી બધું મિક્સ કરીશુ.

4..ત્યારપછી એને પાવભાજી જેમ ક્રશ કરીશુ થોડું, પછી છેલ્લે લાલ માર્ચ અને લસણ ની જે પેસ્ટ બનાવી એ 2 ચમચી જેટલી ઉમેરી શું … એમાં 1/2 કપ પાણી એડ કરી બધું મિક્સ કરીશુ,

5..પછી બન લઈશુ બે જોઈન્ટ વચ્ચેથી કટ કરી એમાં થોડું બટર લગાય સેકીશુ.નોન સ્ટિક પેન માં બટર લઇ ગરમ થાય એટલે તેમાં લાલ મરચા ની પેસ્ટ ઉમેરી સાંતળવી .અને બટર લગાડેલા બન પેન માં મૂકી શું જેથી બન માં મસાલો ચડી જાય ..

6..પછી એમાં આ Veg .મસાલો એડ કરીશુ વચ્ચે, પછી એને ફેરવી એના ઉપર થોડો મસાલો એડ કરીશુ, તો આપડા ઘરે બનાવેલા મસાલા બન તયાર છે.

નોંધ :

જે આપડે લસણ ની ચટણી બનાવી એ પાવ ભાજી ,પંજાબી સાક ,ઉસળ ,સેવ ટમેટા ના સાક માં ઉમેરી શકો છો ..અને એક વીક સુધી આ ચટણી સ્ટોર કરી શકો છો ..


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

The post બોમ્બે સ્ટાઇલ મસાલા બન – બનાવવામાં સરળ અને ખાવામાં ટેસ્ટી ઘરમાં બધાને પસંદ આવશે… appeared first on Rasoi ni Rani.

from Rasoi ni Rani https://ift.tt/3jF4sSw

No comments:

Post a Comment

कैसे तोड़ें ? - मन और जगत के बंधन को || How to break the bond between mind and world?

श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम  सच्चिदानंद भगवान की जय। सनातन धर्म की जय।  अभी-अभी आप बहुत सुंदर कथा सुन रहे थे। मेरे क...