આપને સૌ ખીર તો બનાવતા જ હોઈએ છે.પણ એ ખીર માં આપને ખાંડ એડ કરીએ છે ખાંડ એડ કરવાથી આપને શરદી કફ થઈ શકે છે. તો આજે આપણે ગોળ થી ખીર બનાવીશું.
આ ખીર માં તમે ચોખા નો ઉપયોગ કરી ને પણ બનાવી શકો છો.હું એ અહી વરમિશિલી સેવ નો ઉપયોગ કરી ને બનાવી છે. ગોળ ની ખીર બનવાથી આપને કફ થતો નથી.પણ હા આ ખીર બનાવતા એક ધ્યાન રાખવું કે દૂધ ઉકાળી જાય એટલે ચોખા કે સેવ જે લીધેલ છે તે એકદમ બાફી લેવા.અને પછી ગેસ બંધ કરી દીધા પછી ગોળ ઉમેરવો. નહિ તો દૂધ ફાટી જશે.
સામગ્રી
- ૫ થી ૬ કાજુ
- ૫ થી ૬ બદામ
- ૭ થી ૮ દ્રાક્ષ
- ૨૫૦ ગ્રામ દૂધ
- ૧ બાઉલ વર્મી શિલી સેવ
- ૧/૨ બાઉલ ખાંડ
- ૧/૨ ચમચી ઇલાયચી પાવડર
- ૫ થી ૬ તાંતણા કેસર
- ૩ ચમચી ઘી
રીત
સૌ પ્રથમ એક કડાઈ માં ૨ ચમચી ઘી લો.
ઘી માં વર્મી શિલી સેવ ને ૪ થી ૫ મિનિટ માટે શેકી લો.
સેવ શેકી લીધા બાદ તેમાં દૂધ એડ કરો.
દૂધ એડ કર્યા બાદ તેમાં ઈલાયચી પાવડર અને કેસર એડ કરો.સેવ દૂધ માં બફાઈ જાય ત્યાં સુધી દૂધ ઉકળવા દો.
દૂધ ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી દો.ત્યારબાદ તેમાં ગોળ એડ કરો.
હવે એક કડાઈમાં ૧ ચમચી ઘી લઈ કાજુ બદામ ને ૩ મિનિટ માટે સાંતળી લો.
ખીર માં કાજુ બદામ અને દ્રાક્ષ એડ કરી સર્વ કરી લો.
રસોઈની રાણી : રીના ત્રિવેદી
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
The post પાયસમ (સાઉથ ઇન્ડિયન ખીર) – વરમિશિલી સેવઉપયોગ કરીને બનાવો આ હેલ્થી ખીર… appeared first on Rasoi ni Rani.
from Rasoi ni Rani https://ift.tt/2ZHqCf3
No comments:
Post a Comment