યલ્લો બેઝિક ગ્રેવી અને પનીર હાંડી :::
હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું”” એક યલ્લો બેઝિક ગ્રેવી અને પનીર હાંડી “”પંજાબી સબ્જી આ સબ્જી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે અને ઘરમાં નાના મોટા દરેકને ભાવે એવી બને છે આને તમે રોટી , પરાઠા , નાન , કુલચા કે જીરા રાઈસ ગમે તેની સાથે સર્વ કરી શકો છો તો ચાલો આને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ…
સામગ્રી
- – ચાર નંગ ડુંગળી સ્લાઈસ કરેલી
- – ચાર મોટી ચમચી તેલ
- – અડધી ચમચી જીરૂ
- – 10 થી 12 નંગ કાજુ
- – બે ચમચી મગજતરીના બી
- – 1 ગ્લાસ પાણી
- – અડધી ચમચી હળદર
- – મીઠું સ્વાદ મુજબ
- – અડધો કપ દહી ફ્રેશ
*બીજા વઘારની સામગ્રી*
- – બે મોટી ચમચી તેલ
- – 1 નંગ તજ
- – 1 નંગ જાવંત્રી
- – 1 નંગ મોટો એલચી
- – 1 નંગ સ્ટાર ફુલ
- – પા ચમચી હળદર
- – અડધી ચમચી ધાણાજીરું પાવડર
*બનાવવાની રીત*
– સૌપ્રથમ એક કડાઈમાં તેલ તેમાં જીરૂ ઉમેરી ત્યારબાદ તેમાં ડુંગળીની સ્લાઈસ ઉમેરો ત્યાર બાદ તેમાં મીઠું ઉમેરી ધીમા તાપે બરાબર ચડવા દેવી
જ્યાં સુધી ડુંગળી ટ્રાન્સપરન્ટ ના થાય ત્યાં સુધી તેને ધીમા તાપ ઉપર સાંતળવી ત્યારબાદ તેમાં હળદર ઉમેરી તેમાં પાણી ઉમેરી દો હવે તેમાં કાજુ અને મગજતરી ના બી ઉમેરી તેને બરાબર થવા દો હવે તેને પાણી અડધું થઈ જાય ત્યાં સુધી તેને ધીમા ગેસ ઉપર સાંતળતા રહો
આવી ડુંગળી ચઢી ગયા પછી આને ઠંડુ કરી લો હવે તેમાં દહીં ઉમેરી તેને મિક્ષરમાં ગ્રાઈન્ડ કરી લો એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને તેને ચારણી ની મદદ થી ગાડી લો..
– હવે આ પેસ્ટને ફરીથી વઘાર કરો એક કડાઈમાં તેલ લો હવે તેમાં ખડા મસાલા અને મસાલા ઉમેરી તેને બરાબર સાંતળી લો
હવે તેમાં યલો પેસ્ટ ઉમેરી તેને દસથી પંદર મિનિટ માટે એકદમ ધીમી આંચ પર થવા દો હવે આ ગ્રેવી ને રૂમ ટેમ્પરેચર પર આવે એટલે એર ટાઈટ કન્ટેનરમાં ફીટ કરી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો

– નોંધ હંમેશા કોઈપણ પંજાબી ગ્રેવી બનાવો ત્યારે તેને ધીમા ગેસ ઉપર સાંતળવી તો ગ્રેવી લોંગ ટાઈમ સુધી સારી રહે છે અને તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે..
રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
The post યલ્લો બેઝિક ગ્રેવી અને પનીર હાંડી – કોઈપણ પંજાબી શાક માટે ઉપયોગી એવી ગ્રેવી અને મસાલેદાર શાક… appeared first on Rasoi ni Rani.
from Rasoi ni Rani https://ift.tt/3bxxjom
No comments:
Post a Comment