Tuesday, 20 October 2020

મલ્ટી ગ્રેન મેથી ઢેબરા – નાના મોટા દરેકને પસંદ આવશે આ ઢેબરા…

મલ્ટી ગ્રેન મેથી ઢેબરા

ઢેબરા તો આપણા ગુજરાતી ગૌરવ છે આપણે ઢેબરા ગમે તયારે ગમે તે સીઝન માં ખાઈ શકીયે છે ઢેબરા ને ટી, અથાણું કા તો દહીં સાથે સર્વ કરવા માં આવે છે આજે મે અહીં 5 જાત ના લોટ એન્ડ ઓટસ લઇ ને થોડીક અલગ રીત થી બનાયા છે

દહીં ઉપયોગ કરીએઓ છે તેના થી ખટાસ આવે છે લોન્ગ ટાઈમે સુધી ઢેબરા રઈ શકે છે ખાંડ ની જગ્યા એ ગોળ લીધો છે અહીં મે ઢેબરા એક હેલ્થી વરઝ્ન આપ્યું છે હવે મેથી આપણા તયાં 12 મહિના મળતી હોય છે મેથી આપણા બોડી માટે ખુબજ સારી છે

સામગ્રી

  • 1 કપ ઘઉં નો જીનો લોટ
  • 1 સ્પૂન ઘઉં નો જાડો લોટ
  • 1 સ્પૂન રવો
  • 2 સ્પૂન બાજરી નો લોટ
  • 1 સ્પૂન ચણા લોટ
  • 2 સ્પૂન ઓટસ
  • 1 કપ મેથી
  • 1 કપ દહીં
  • 1/2 કપ ગોળ
  • 1 સ્પૂન મીઠુ
  • 1 સ્પૂન તલ
  • 1 સ્પૂન હળદર
  • 1 સ્પૂન મરચું
  • 2 સ્પૂન આદુ મરચા લસણ પેસ્ટ
  • 1/2 કપ ભાત
  • 5 સ્પૂન ઓઈલ

રીત

એક બોઉલ માં દહીં એન્ડ ગોળ પલાળી લો 20 મિનિટ માટે સાઇડ કરી દો ગોળ દહીં માં ઓગાળી જશે, એક મોટા બોઉલ માં લો તેમાં ગોળ વાળું દહીં લો તેમાં કટ કરેલી મેથી લો તેમાં આદુ મરચા એન્ડ લસણ પેસ્ટ નાખી તેમાં ભાત નાખો તેના થી ઢેબરા સોફ્ટ થશે

બધા મસાલા કરી લો હવે તેને એક મિનિટ માટે માઇક્રો કરો, ( તમે આ પ્રોસેસ ગેસ પર ભી કરી શકો છો ) આ કરવા થી ઢેબરા લાંબા ટાઈમ સુધી રે છે

હવે બધું પ્રોપર મિક્ષ થઇ ગયું છે હવે એક મિક્સર જાર લો તેમાં ચણા લોટ, બાજરી લોટ, ઘઉં નો જાડો લોટ, એન્ડ ઓટસ લો તેને એક દમ ક્રશ કરી લો લોટ માં. હવે મેથી વાળા બોઉલ માં ધીમે ધીમે લોટ નાખો ધીમે તેને મસળતા જાવો જેટલું મસળશો એટલો લોટ સોફ્ટ થશે

દહીં ના કારણે પાની જરૂર નઈ પડે હવે તેને 15 મિનિટ માટે રેસ્ટ આપો

હવે એક લુવો લો તેને પરોઠા જેમ વણો

હવે એક પેન લો ઢેબરા આગળ પાછળ સેકી લો ઓઈલ લાગવી ને

રેડી છે આપણા ઢેબરા તેને દહીં એન્ડ ટી સાથે સર્વ કરો આ લાંબા સમય સુધી રે છે તમે મુસાફરી દરમયાન લઇ જય શકો છો

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

The post મલ્ટી ગ્રેન મેથી ઢેબરા – નાના મોટા દરેકને પસંદ આવશે આ ઢેબરા… appeared first on Rasoi ni Rani.

from Rasoi ni Rani https://ift.tt/31oMFb4

No comments:

Post a Comment

आज की भागदौड़ भरी जिंदगी में .....

  आज की भागदौड़ भरी जिंदगी में हम बहुत कुछ संभालना सीख गए हैं — पैसा, काम, जिम्मेदारियाँ, रिश्ते… लेकिन एक चीज़ है जिसे संभालना सबसे कठिन भी...