ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે પનીર તો તમે ઘરે જ બનાવતા હશો આજના જમાનામાં પનીર અને પનીરની સબ્જી ઘરે બનાવે છે. પણ બજારમાં મળે એવું પનીર પરફેક્ટ નથી બનતું આ ટિપ્સને ધ્યાનમાં રાખીને પનીર બનાવશો તો એકદમ હાઇજેનિક મલાઈદાર હેલ્ધી અને ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ બનશે. એટલું સરસ બનશે કે જોતા જ મોઢામાં પાણી આવી જશે અને એકલું જ ખાવાનું મન થઇ જશે. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???
સામગ્રી :
- ૨ લીટર ફુલ ફેટ નું દૂધ
- ૧.૫ ટી સ્પૂન લીંબુ ના ફૂલ
રીત:
૧. દૂધ ને જાડા તળિયા વાળા વાસણ માં ઉકાળવા મૂકી દો.
૨. હવે પનીર ને ગાળવા માટે એક આછું પાતળું કપડું, કાના વાળું વાસણ અને ઉપર મુક્વા વજન તૈયાર કરી લો.
૩. દૂધ માં એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી ને એમાં લીંબુ ના ફૂલ ઉમેરો.
૪. પનીર છૂટું ના પડે તો ૧/૨ ટી સ્પૂન બીજા લીંબુ ના ફૂલ ઉમેરો.
૫. હવે ગેસ ને ૧ મિનિટ માટે પાછો ચાલુ કરી લો જેથી કરી ને પનીર સાવ છૂટું પડી જાય.
૬. એક મોટા તપેલા પૂર કાન વાળો વાડકો મૂકી ને ઉપર પાતળું કપડું મૂકી ને પનીર ને ગાળી લો.
૭. ગાળેલા પનીર ને એક ગ્લાસ સાડા પાણી થી ધોઈ લો.
૮. હવે પનીર નું બધું પાણી હાથ થી દબાવી ને કાઢી ને ઉપર વજન મૂકી ને ફ્રિજ માં ૨ કલાક મૂકી દો.
૯. ૨ કલાક પછી પનીર ના ચોરસ કે તમને ગમે એવા ટુકડા કરી લો.
૧૦. અહીંયા ૨ લીટર દૂધ માં થી વજન માં ૩૦૫ ગ્રામ પનીર બન્યું છે.
વિડિઓ રેસિપી :
રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા
Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
The post ઘરનું પનીર – એકદમ મલાઈદાર અને સોફ્ટ પનીર ઘેર બનાવવા ની રેસીપી અને ટિપ્સ appeared first on Rasoi ni Rani.
from Rasoi ni Rani https://ift.tt/2FN561C
No comments:
Post a Comment