Sunday, 18 October 2020

પંચરન્તં દાળ ફ્રાય એન્ડ જીરા રાઈસ – ઘરમાં સરળતાથી મળતી સામગ્રીમાંથી બનાવો આ સરળ રેસિપી..

પંચરતંન દાળ ફ્રાય એન્ડ જીરા રાઈસ

દાળ એક આપણી ડીસ મુખ્ય ભાગ છે દાળ સાથે ભાત, રોટી એન્ડ રાઈસ સર્વ કરવા માં આવે છે દાળ બહુ બધા પ્રકાર ની બનતી હોઈ છે ગુજરાતી, મિક્સ દાળ , દાળ મખની એન્ડ પાલક દાળ બધા જમણવાર હોય ત્યાં દાળ હોઈ. ગુજરાતી દાળ માં ગણપણ હોઈ. બીજી બધી દાળ માં ગણપણ નથી હતું

આજે ઘર માં થી મળી શકે એવા સરળ સામગ્રી માં થી મે પંચરન્તં દાળ બનાવી છે ખુબજ ટેસ્ટી એન્ડ ચટાકેદાર બને છે

સામગ્રી

  • 1/2 કપ ચણા દાળ
  • 1/2 કપ મગ ની દાળ
  • 1/2 કપ મસૂર ની દાળ
  • 1/4 કપ અડદ દાળ
  • 1/2 કપ તુવેર દાળ
  • 1 ઓનિઓન
  • 1 ટોમેટો.
  • 8 કળી લસણ
  • 2 મરચા
  • 1 આદુ
  • 2 સ્પૂન ઘી
  • 2 સ્પૂન ઓઈલ
  • 2 સ્પૂન મરચું
  • 1 સ્પૂન હળદર
  • 1 સ્પૂન મીઠુ
  • 1 સ્પૂન ગરમ મસાલો
  • 1 સ્પૂન જીરું
  • વઘાર માટે
  • તજ
  • લવિંગ
  • તમાલ પત્ર
  • લીંબડો
  • લાલ મરચું

જીરા રાઈસ

  • 2 કપ રાઈસ
  • 4 કપ પાણી
  • 1 સ્પૂન મીઠુ
  • 2 સ્પૂન ઘી
  • 1 સ્પૂન જીરું

રીત

બધી દાળ મિક્સ કરી લો પ્રોપર પાણી થી સાફ કરી લો હવે તેને 2 કલાક જેટલી પાણી માં પલાળી રાખો

તમે ઇન્સ્ટ ભી બનાવી શકો છો હવે દાળ પલળી ગયી છે તેમાં મીઠુ, ઓઈલ એન્ડ હળદર નાખી બોઈલ કરવા મુકો

ઓઈલ એન્ડ હળદર નાખવા થી દાળ ઉભરાતી નથી ટેસ્ટ સરસ આવે છે આ બાજુ રાઈસ પલાળી દો

હવે દાળ 3 સિટી એન્ડ ધીમા ગેસ પર 15 મિનિટ થવા દો આ કરવા થી દાળ પ્રોપર બોઈલ થઇ જશે હવે એક પેન માં ઘી એન્ડ ઓઈલ લો તેમાં જીરું એન્ડ બધા વઘાર મસાલા નાખો 1 મિનિટ માટે થવા દો

આ સાઈડ એક ચોપર માં ઓનિઓન, ટોમેટો એન્ડ ગાર્લિક આદુ મરચા ચોપ કરો તમે તેમાં હાથ કટ કરેલું ભી નાખી શકો છો હવે જીરું થઇ ગયું છે તેમાં ચોપ કરેલા વેજ નાખો હવે તેને 6 મિનિટ માટે થવા દો

હવે એ થઇ જાય એટલે તેમાં મરચું, મીઠુ હળદર એન્ડ ગરમ મસાલો નાખો તેને પ્રોપર મિક્સ કરો 2મિનિટ માટે થવા દો હવે તેમાં બોઈલ મિક્સ દાળ નાખો તેને 5 મિનિટ માટે કૂક થવા દો મસાલા પ્રોપર મિક્સ થઇ જાય

હવે એક પેન માં 4 કપ પાણી બોઈલ કરો તેમાં રાઈસ થવા દો 10 મિનિટ માં રાઈસ કૂક થઇ જશે. હવે એક બોઉલ માં રાઈસ લો તેના પર ઘી જીરું વઘાર કરો હવે એક બોઉલ લો તેમાં રેડી થઇ લી દાળ ફ્રાય લો

હવે એક નાની પેન માં ઘી જીરું લો ગરમ કરો હવે ગેસ ઑફ કરી દો હવે તેને અંદર 1 સ્પૂન પાણી એન્ડ લાલ મરચું નાખો એ વઘાર દાળ પર રેડો મસ્ત તડકે વાળી દાળ ફ્રાય થઇ જશે હવે દાળ ફ્રાય એન્ડ રાઈસ સર્વ કરો

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

The post પંચરન્તં દાળ ફ્રાય એન્ડ જીરા રાઈસ – ઘરમાં સરળતાથી મળતી સામગ્રીમાંથી બનાવો આ સરળ રેસિપી.. appeared first on Rasoi ni Rani.

from Rasoi ni Rani https://ift.tt/37klFNC

No comments:

Post a Comment

कैसे तोड़ें ? - मन और जगत के बंधन को || How to break the bond between mind and world?

श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम  सच्चिदानंद भगवान की जय। सनातन धर्म की जय।  अभी-अभी आप बहुत सुंदर कथा सुन रहे थे। मेरे क...