Friday, 18 September 2020

મેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો…

મેથી-આલુ-મટર સબ્જી :

ખૂબજ હેલ્ધી એવી મેથી માર્કેટમાં હમણા સારા એવા પ્રમાણમાં આવતી હોય છે. તેમાંથી સામાન્ય રીતે આપણે મસાલા ઉમેરીને ભાજી બનાવતા હોઇએ છીએ. ઉપરાંત તેમાંથી મેથીના ભજિયા, ગોટા, પુડ્લા, શાકમાં કે ઉંધિયામાં મિક્ષ કરવા માટે મેથીની ઢોકળી કે વડી બનાવતા હોઇએ છીએ. મેથી કડવી હોવાથી બાળકો કે ઘણા મોટા લોકો પણ મેથી ખાવાનું એવોઇડ કરતા હોય છે. શાક બનાવતી વખતે તેના વઘારમાં ઉમેરવાથી ઓઇલમાં સંતળાઈ જવાથી મેથીની કડવાહટ નહીવત થઈ જતી હોય છે અને તેની ખૂબજ સરસ અરોમા અને ટેસ્ટ શાકમાં બેસી જઈને શાક ખૂબજ સ્વાદીષ્ટ બને છે. મેથીની ફ્રેશ ભાજીના વઘાર સાથે ઉપયોગ કરીને આલુ અને મટરના કોમ્બીનેશનથી મેં અહીં મિક્ષ સબ્જી બનાવી છે, જેથી મેથી એવોઇડ કરતા લોકોને પણ આ પ્રકારનું શાક-સબ્જી ભાવશે.

તો આ માટે અહીં હું મેથી-આલુ-મટર સબ્જીની રેસિપિ આપી રહી છું. તો તમે પણ ફોલો કરીને ચોક્કસથી બનાવજો. બધાને ખૂબજ ભાવશે.

મેથી-આલુ-મટર સબ્જી બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ ફ્રેશ-ગ્રીન મટર અથવા ફ્રોઝન મટર
  • 2 નંગ મોટા ટમેટા – ખમણેલા + 1 ટેબલસ્પુન કાશ્મીરી લાલ મરચું
  • 2-3 નંગ મિડિયમ સાઈઝના બાફેલા બટેટા ( બારીક ચોપ્ડ+મેશ્ડ )
  • 2 ઓનિયન – બારીક કાપેલી
  • 3 ટેબલ સ્પુન ફ્રેશ મેથીની ભાજીના પાન
  • 2 લીલા મરચા – હાફ કરેલા
  • 4 ફોલેલી લસણની કળીની સ્લાઈઝ કરેલી
  • 1 ટેબલ સ્પુન આદુની પેસ્ટ
  • 1 ટેબલ સ્પુન લસણ મરચાની પેસ્ટ

સબ્જીના વઘાર માટેની સામગ્રી :

  • 3 ટેબલ સ્પુન ઓઇલ
  • 3 લવિંગ
  • 4 આખા કાળા મરી
  • ½ તજ પત્તુ
  • 1 ચક્ર બાદિયાન
  • ½ ટી સ્પુન આખુ જીરુ
  • ½ ટી સ્પુન હિંગ
  • ¾ ટી સ્પુન હળદર પાવડર
  • 1 ટેબલ સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર
  • 2 ટેબલ સ્પુન ધાણાજીરુ પાવડર
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • બારીક કાપેલી કોથમરી
  • 1 ટી સ્પુન લેમન જ્યુસ

મેથી-આલુ-મટર સબ્જી બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ ફ્રોઝન લીલા વટાણા ઉપયોગમાં લેવાના હોય તો 1 કલાક અગાઉ ફ્રીઝ માંથી બહાર કાઢી પાણીમાં પલાળી દેવા. ત્યારબાદ થોડી થોડીવારે 3-4 વાર તેમાં થયેલું ઠંડું પાણી કાઢી કરી બીજુ હુંફાળું પાણી ઉમેરી દેવું. એટલે મટર જલ્દી રુમ્ટેમ્પરેચર પર આવી જશે.

બટેટા અને વટાણા બાફી લેવા. ટમેટાને ખમણી લેવા કે ગ્રાઈંડ પણ કરી શકાય. બાઉલમાં કાઢી તેમાં 1 ટેબલ સ્પુન કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી મિક્ષ કરી લેવો.

બાફેલા બટેટામાંથી અર્ધા બટેટાને મેશ કરી લેવા, બાકીના બટેટાના નાના પીસ કરી લેવા.

રીત :

પેન લઈ તેમાં 3 ટેબલ સ્પુન ઓઇલ ગરમ મૂકો. વઘાર થાય તેવું ગરમ થાય એટલે તેમાં 3 લવિંગ, 4 આખા કાળા મરી, ½ તજ પત્તુ, 1 ચક્ર બાદિયાન, ½ ટી સ્પુન આખુ જીરુ ઉમેરી તતડે એટલે તેમાં ½ ટી સ્પુન હિંગ ઉમેરો.

ત્યારબાદ તેમાં 3 ટેબલ સ્પુન ફ્રેશ મેથીની ભાજીના પાન, 2 લીલા મરચા – હાફ કરેલા, 4 ફોલેલી લસણની કળીની સ્લાઈઝ કરેલી અને 1 ટેબલ સ્પુન આદુની પેસ્ટ ઉમેરી મિક્ષ કરી હલાવતા જઈ બધું સાંતળી લ્યો.

હવે તેમાં બારીક કાપેલી ઓનિયન ઉમેરી મિક્ષ કરી હાફ કૂક કરી લ્યો. થોડી બદામી ક્લરની થાય એટલે તેમાં 1 ટેબલ સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર, ¾ ટી સ્પુન હળદર પાવડર, 2 ટેબલ સ્પુન ધાણાજીરુ પાવડર અને સોલ્ટ સ્વાદ મુજબ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

હવે તેમાં 2 મોટા ખમણેલા ટમેટા અને 1 ટેબલસ્પુન કાશ્મીરી લાલ મરચાનું બનાવેલું મિશ્રણ ઉમેરી બરાબર હલાવીને મિક્ષ કરી લેવા. મિડિયમ ફ્લૈમ પર રાખી બધું સાંતળી લેવું.

સંતળાઈ જાય અને ટમેટાની કચાશ નીકળી જાય એટલે તેમાં બાફેલા વટાણા ઉમેરી દેવા.

મિક્ષ કરી 1 -2 મિનિટ કુક કરવું. ત્યારબાદ તેમાં મેશ કરેલા અને નાના પીસ કરેલા – બન્ને પ્રકારના બાફેલા બટેટા ઉમેરી મિક્ષ કરી લેવા. ફરી એકાદ મિનિટ કૂક કરી લેવું એટલે તેમાં મસાલા ચડી જાય. ત્યારબાદ તેમાં ¾ કપ પાણી ઉમેરી મિક્ષ કરી ઢાંકીને કૂક કરવું.

મેથી મટર આલુ સબ્જી કુક થઈ તેમાંથી ઓઇલ છુટુ પડવા લાગે એટલે તેમાં ½ ટી સ્પુન ગરમ મસાલો, બારીક કાપેલી કોથમરી અને 1 ટી સ્પુન લેમન જ્યુસ ઉમેરી મિક્ષ કરી લ્યો. 2-3 મિનિટ સ્લો ફ્લૈમ પર કૂક કરીને ફ્લૈમ ઓફ કરી લ્યો.

હવે ગરમાગરમ મેથી આલુ મટર સબ્જી સર્વ કરવા માટે રેડી છે. પરોઠા, કુલ્ચા, નાન, પુરી વગેરે સાથે સર્વ કરવાથી ખૂબજ સ્વાદિષ્ટ લાગશે. બપોરના ભોજનમાં કે ડીનરમાં સર્વ કરી શકાય.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

The post મેથી-આલુ-મટર સબ્જી – બટાકા અને વટાણાનું શાક બનાવો તો આ રીતે બનાવજો… appeared first on Rasoi ni Rani.

from Rasoi ni Rani https://ift.tt/3kxRHJh

No comments:

Post a Comment

कैसे तोड़ें ? - मन और जगत के बंधन को || How to break the bond between mind and world?

श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम  सच्चिदानंद भगवान की जय। सनातन धर्म की जय।  अभी-अभी आप बहुत सुंदर कथा सुन रहे थे। मेरे क...