સુરણ બટેટા ની ખીચડી
દોસ્તો કેમ છો!મજામાં ને! બટેટા એટલે આમ તો નાના મોટા સૌ ને ભાવે. શાક માં કઈ પણ ના હોય તો બટેટા નું શક બનાવી એ તો બધા ખુશ.અને બટેટા એટલે બધા જોડે મિક્સ થઈ જાય એટલે કે બધા શાક માં બટેકું નાખીએ તો નાના મોટા સૌ ખુશ થઈ ને ખાઈ લે.
હું જ્યારે નાની હતી અને ઉપવાસ કરીએ તો મારી મમ્મી અમારી માટે બટેટા ની ખીચડી બનાવી દે. જે મારી એકદમ ફેવરિટ.મે આજે એ રેસીપી માં થોડું ટવીસ્ટ કર્યું છે.મારા ઘરે કોઈ સુરણ નથી ખાતું એટલે મે બટેટા ની ખીચડી જે મારી મમ્મી બનાવતી હતી એ રીતે જ બનાવી પણ એમાં મે સુરણ એડ કર્યું.સુરણ આપના હેલ્થ માટે ખૂબ સારું છે.તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.સામગ્રી જોઈ લઈશું.
સામગ્રી.
- ૧ બાઉલ સાબુદાણા
- ૧ બાઉલ સીંગદાણા નો પાવડર
- ૪ બટેટા
- ૧૦૦ ગ્રામ સુરણ
- ૧ ચમચી આદુ ની પેસ્ટ
- ૫ થી ૬ લીમડા ના પાન
- ૩ લીલા મરચા ઝીણા સમારેલા
- ૨ ચમચી લીલા ધાણા
- ૧/૨ ચમચી હળદર
- ચપટી હિંગ
- મીઠું સ્વાદાનુસાર
- ૨ ચમચી ખાંડ
- ૩ ચમચી તેલ
- ૧/૨ ચમચી જીરૂ
- ૨ ચમચી લીંબુ નો રસ
રીત
સૌ પ્રથમ સાબુદાણા ને ૩ થી ૪ કલાક પલાળી લો.અને બટેટા અને સુરણ ને મોટી છીણી થી છીની લો.
હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ લો.
તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ એડ કરો.
ત્યારબાદ તેમાં સીંગદાણા નો પાવડર,લીલા મરચા ઝીણા સમારેલા,લીમડા ના પાન એડ કરો.તેને ૨ થી ૩ મિનિટ તેલ માં સાંતળી લો.

હવે તેમાં બટેટા , સુરણ નું છીણ, અને સાબુદાણા એડ કરો.
ત્યારબાદ તેમાં સ્વાદાનુસાર મીઠુ,હળદર, એડ કરી ઢાંકી દો.
બટેટા અને સુરણ ને ધીમા ગેસ પર ૧૦ થી ૧૫ મિનિટ ચડવા દો.
બટેટા અને સુરણ ચડી જાય એટલે તેમાં લીંબુ નો રસ અને ખાંડ એડ કરી પાંચ મિનિટ રહેવા દો.
બટેટા અને સુરણ ની ખીચડી ને ધાણા થી ગાર્નિશ કરી દહી જોડે ગરમ ગરમ સર્વ કરો.
નોધ:
સુરણ બટેટા ની ખીચડી પર ડિશ ઢાંકી ઉપર પાણી મૂકી ને પણ ચડવી શકાય.
રસોઈની રાણી : રીના ત્રિવેદી
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
The post સુરણ બટેટા ની ખીચડી – ઉપવાસમાં જયારે પણ સાબુદાણા ખીચડી બનાવો વાનગી જરૂર ટ્રાય કરજો.. appeared first on Rasoi ni Rani.
from Rasoi ni Rani https://ift.tt/3j2CNdj
No comments:
Post a Comment